બાબા સિદ્દીકીને મળેલી Y સિક્યુરિટી પણ ફેલ, આ ગેંગનો હાથ હોવાનો કરાયો દાવો
Baba Siddique Shot Dead: વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઈ છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને એક ફરાર છે. પ્રાથમિક તપાસમાં બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાની શક્યતા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ હવે આ એંગલથી પણ તપાસ કરી રહી છે
Trending Photos
Baba Siddique Death : એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વમાં તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે ગોળી તેના પેટમાં વાગી હતી. તેમને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલા સમયે તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા. પોલીસે આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરીને બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે એકની શોધ ચાલી રહી છે.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વમાં તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેને છાતી અને પેટમાં ગોળી વાગી હતી. તેમને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલા સમયે તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા. પોલીસે આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરીને બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે એકની શોધ ચાલી રહી છે.
બાબા સિદ્દીકી બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. BMCમાં પહેલીવાર કોર્પોરેટર ચૂંટાયા. તેઓ વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા વેસ્ટમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
હુમલાખોર યુપી અને હરિયાણાના
બાબા સિદ્દીકી કોંગ્રેસના સમયમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. સિદ્દીકી, જેઓ વાંદ્રે વેસ્ટના છે, તે બોલીવુડની ઘણી જાણીતી હસ્તીઓની નજીક હતા. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનનો સમાવેશ થાય છે. પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હુમલાખોરો ઉત્તર પ્રદેશ અને હરિયાણાના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હત્યા પાછળનું કારણ!
પોલીસ હત્યાના કારણોની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની હત્યા પાછળ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) મુદ્દો પણ હોઈ શકે છે, જેનો બાબા અને તેમના ધારાસભ્ય પુત્ર જીશાન વિરોધ કરી રહ્યા હતા. 2018માં EDએ બાબા સિદ્દીકીની 462 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
દાદાની સરકારે ગુજરાતના ખેડૂતોને આપ્યું મોટું પ્લેટફોર્મ, ખુલ્લુ મૂકાયું પહેલુ સહકારી
વાય કેટેગરીની સુરક્ષા મળી હતી
આ વર્ષે ફેબ્રુઆરીમાં બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા. સિદ્દીકીને 15 દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેને વાય કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. આટલું રક્ષણ મળ્યા બાદ પણ તેની હત્યા અનેક સવાલો ઉભા કરે છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે.
બિશ્નોઈ ગેંગનો હાથ: રસપ્રદ વાત એ છે કે તાજેતરમાં જ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના ઘરે પણ ગોળીબાર કર્યો હતો. સિદ્દીકી સાથેના તેના નજીકના સંબંધોને જોતા પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. આ સિવાય એવા પણ અહેવાલો છે કે સિદ્દીકીની હત્યા માટે પૂણેના એક વ્યક્તિએ ત્રણેય હુમલાખોરોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે