'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મના રિલીઝ પહેલા સ્ક્રિનિંગની યુથ કોંગ્રેસની માગ
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે અનુપમ ખેર અભિનિત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે, આ એક પુસ્તક પર આધારિત ફિલ્મ છે જેમાં અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકા ભજવી છે
Trending Photos
નવી દિલ્હીઃ ગુરૂવારે અનુપમ ખેર અભિનિત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થયા બાદ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ દ્વારા ફિલ્મના નિર્માતાઓને આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરતાં પહેલાં એક વિશેષ સ્ક્રિનિંગ આયોજિત કરવાની માગ કરી છે.
આ સાથે જ કોંગ્રેસની યુવા પાંખે ફિલ્મના નિર્માતાઓને જણાવ્યું છે કે, જો સ્ક્રિનિંગ દરમિયાન કોઈ દૃશ્ય તથ્યરહિત જણાશે તો એ તેમણે ફિલ્મમાંથી કાઢી નાખવાનું રહેશે, નહિંતર તેઓ ફિલ્મને દેશમાં ક્યાંય પણ રિલીઝ કરવા નહીં દે.
Maharashtra Youth Congress writes to makers of #TheAccidentalPrimeMinister & asks to show them the movie before release & if some scenes are found unfactual, they should be deleted else, Youth Congress will not let the movie be screened anywhere in the country. pic.twitter.com/CUGJ98hmv8
— ANI (@ANI) December 27, 2018
અનુપમ ખેરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર ગુરૂવારે રિલીઝ થયું હતું. આ ફિલ્મને 11 જાન્યુઆરી, 2019ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સંજય બારુ દ્વારા લિખિત પુસ્તકના આધારે બનાવવામાં આવી છે.
જૂઓ ટ્રેલર....
Inspite of differing political views of many of us I've never seen #TheAccidentalPrimeMinister as a film that takes sides. I see it as an important cautionary tale, a drama about a democracy that has always been bogged down by personality cults. https://t.co/tSVrEqFZvE
— Hansal Mehta (@mehtahansal) December 27, 2018
આ ફિલ્મે તેના નામની સાથે જ દર્શકોમાં ઉત્સુક્તા જગાડી દીધી છે. આ ફિલ્મ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના 2004થી 2014 સુધીના કાર્યકાળ પર આધારિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે