1984ના તોફાનો મુદ્દે સજ્જન કુમારને જેલ, જાણો સમગ્ર ઘટનાક્રમ 10 પોઇન્ટમાં
ન્યાયમૂર્તિ એસ.મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પીઠે સજ્જન કુમારને ગુનાહિત ષડયંત્ર રચવા, શત્રુતા વધારવા, સાંપ્રદાયીક સદ્ભાવ વિરુદ્ધ કૃત્ય કરવા મુદ્દે દોષીત ઠેરવ્યો
Trending Photos
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે સોમવારે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને 1984નાં શિખ વિરોધી રમખાણોમાં હત્યાનું કાવત્રું રચવાનો દોષીત ઠેરવતા ઉંમર કેની સજા ફટકારી છે. ન્યાયમૂર્તિ એ.સમુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પીઠે કુમારને ગુનાહિત ષડયંત્ર રચવા, શત્રુતા વધારવા, સાંપ્રદાયીક સદ્ભાવની વિરુદ્ધ કૃત્ય કરવા મામલે દોષીત ઠેરવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે, કુમારને આજીવન જેલમાં રહેવું પડશે. તેને 31 ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત દિલ્હી નહી છોડવા માટેનાં નિર્દેશો અપાયા છે. કોર્ટે કોંગ્રેસનાં પૂર્વ પાર્ષદ બલવાન ખોખર, સેવાનિવૃત નૌસેના અધિકારી ભાગમલ, ગિરધારીલાલ, પૂર્વ ધારાસભ્ય મહેંદ્ર યાદવ અને કૃષ્ણ ખોખરનાં આરોપો પણ યથાવત્ત રાખ્યા હતા.
1. 31 ઓક્ટોબર 1984નાં શિખ અંગરક્ષકોએ તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની ગોળીમારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ દિલ્હીમાં શીખ વિરોધી તોફાનો ફાટી નિકળ્યા હતા. તોફાન દરમિયાન દિલ્હી છાવણી ક્ષેત્રમાં પાંચ શીખોની હત્યા થઇ હતી. દિલ્હી કેંટનાં રાજનગર વિસ્તારમાં પાંચ શીખ કેહર સિંહ, ગુરપ્રિત સિંહ, રધુવિંદર સિંહ, નરેન્દ્ર પાલ, કુલદીપ સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. કોર્ટે સ્વિકાર્યું કે, કોંગ્રેસ નેતા સજ્જન કુમાર પણ ટોળાને ભડકાવી રહ્યા હતા.
2. આ મુદ્દે ફરિયાદી અને સાક્ષી જગદીશ કૌર કેહર સિંહની પત્ની અને ગુરપ્રીત સિંહની માં હતા. રઘુવિંદર, નરેન્દ્ર અને કુલદીપ તેનાં અને અન્ય એક કિસ્સાનાં વદારે એક સાક્ષી જગશેર સિંહના ભાઇ હતા.
3. જસ્ટિસ જીટી નાણાવટી પંચની ભલામણો પર વર્ષ 2005માં સજ્જન કુમાર અને અન્ય અભિયુક્તોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મલ્લિકાર્જુન ખડગેને PAC સભ્યોનો નથી મળ્યો સાથ, AG ન કરી શકે કેગને સમન...
4. વર્ષ 2005માં કેસની તપાસ કેન્દ્રીય તપાસ પંચ એટલે કે સીબીઆઇનાં હાથમાં આવી અને તેણે કોર્ટને જણાવ્યું કે, તોફાનોમાં સજ્જન અને પોલીસ વચ્ચે ખતરનાક સંબંધ હતા. અગાઉ દિલ્હી પોલીસે તોફાનોની તપાસ કરી હતી.
5. સીબીઆઇએ આરોપીઓની વિરુદ્ધ જાન્યુઆરી 2010માં બે ચાર્જશીટ દાખલ કરી હતી.
6. એપ્રીલ 2013માં દિલ્હીની એક નિચલી કોર્ટે 1984ની શિખ વિરોધી તોફાલો દરમિયાન દિલ્હી કેન્ટમાં પાંચ શિખોની હત્યા મુદ્દે સજ્જન કુમારને તમામ આરોપોથી મુક્ત કરી દીધા હતા. કોર્ટનાં આદેશ બાદ શીખ સંગઠનો દ્વારા આ ચુકાદા વિરુદ્ધ પ્રદર્શન ચાલુ કરી દીધું હતું. શીખોએ દિલ્હીમાં પહેલીવાર મેટ્રોનું સંચાલન અટકાવી દીધું હતું.
PANને આજે જ આધાર સાથે કરો લિંક, સરકાર દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત...
7. આ ચુકાદાની વિરુદ્ધ કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઇએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
8. 27 ઓક્ટોબર, 2018નાં રોજ દિલ્હી હાઇકોર્ટએ આ મુદ્દે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
9. 17 સપ્ટેમ્બર, 2018નાં રોજ દિલ્હી હાઇકોર્ટે નિચલી કોર્ટનાં ચુકાદાને પલટતા સજ્જન કુમારને ઉંમર કેદની સજા ફટકારી હતી. તે ઉપરાંત કેપ્ટન ભાગમલ, પૂર્વ પાર્ષદ બલવાન યાદવ અને ગિરધારીલાલને પણ ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે. હાઇકોર્ટે કહ્યું કે, સજ્જન કુમારનું મોત થાય ત્યાં સુધી તેને જેલમાં બંધ રાખવામાં આવે.
ફેથાઇ ચક્રવાત: આંધ્ર, ઓરિસ્સા સહિત 3 રાજ્યોમાં હાઇએલર્ટ...
10. સજ્જન કુમારને સજા ફટકારના સમયે દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, 1947માં વિભાજન દરમિયાન નરસંહાર થયો હતો. 37 વર્ષ બાદ દિલ્હીમાં એવી જ વધારે એક ઘટનાની સાક્ષી બની. આરોપીઓને રાજનીતિક સંરક્ષણનો ફાયદો મળ્યો. કેસથી ભાગતા રહ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે