ઇન્દિરા ગાંધી News

પોતાનું લોહી રેડીને કારગિલ કબ્જે કરનારા જવાનોને PM મોદીની શબ્દાંજલી
દેશની રાજધાની દિલ્હી ખાતે આવેલા ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કારગિલ વિજય દિવસ સમારોહમાં પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. અહિંયા પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીએ પ્રદર્શનકારીઓને જોયા હતા. અહિંયા વડાપ્રધાન મોદીએ કારગિલમા શહિદ થનારા સૈનિકોને નમન કર્યું હતું. આ સમારોહમાં સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કારગિલના શૂરવીરોને નમન કરતા કહ્યું કે, 20 વર્ષ પહેલા જે વીરગાથા લખવામાં આવી તે આવાનારી પેઢીઓને પ્રેરણા આપે છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સાંજ ઉત્સાહ ભરે છે, વિજયનો સ્વાદ ભરે છે. અને ત્યાગ તથા સમર્પણ સાથે શૂરવીરો માટે માથુ ઝુકાવવાની પ્રેરણા આપે છે, તેમણે કહ્યું કે, કારગિલની જીત દેશના સંકલ્પ અને સામર્થ્યની જીત છે. આ દેશના અનુશાશનની જીત છે.
Jul 27,2019, 23:15 PM IST
લોકસભા 2019: દાદી, પિતા, માતા બાદ હવે રાહુલ પણ કરશે વલસાડથી ચૂંટણીના શ્રીગ
લોકસભા 2019ની ચુંટણીની જાહેરાત હજુ થઇ નથી. પરતું દેશભરમાં પ્રચારનો દૌર શરુ થઇ ગયો છે, ભાજપ અને કોંગ્રેસ સહીત અન્ય પાર્ટીઓએ પોત પોતાના ગણિતો બેસાડી સભા અને રેલી કરવા લાગી છે. ભાજપનું પલડું હાલ ભારે દેખાય રહ્યું છે. તો કોંગ્રેસની હાલત હજુ પણ સરકાર બનાવે તેવી દેખાય રહી નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતના વલસાડ જિલ્લાને ચુંટણી પ્રચારની શરૂઆત માટે પસંદ કર્યું છે. વલસાડની ભૂમિ એમ પણ રાજકારણ માટે નવી નથી. અને તેમાં પણ કોંગ્રેસ માટે તો નહિ જ , કારણ કે રાહુલ ગાંધીના દાદી સ્વ. ઇન્દિરા ગાંધી હોય કે પછી પિતા સ્વ. રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધીએ પણ વલસાડની ભૂમિથી ચુંટણી પ્રચાર શરુ કર્યો હતો.
Feb 6,2019, 5:55 AM IST
1984 શીખ રમખાણો: કોંગ્રેસના નેતા સજ્જન કુમાર દોષિત જાહેર, આજીવન કેદની સજા
Dec 17,2018, 12:54 PM IST

Trending news