પડોશીના ઘરે તમારી છોકરી મોકલતા સો વાર વિચારજો! આરોપી બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
આરોપીએ પડોશી ધર્મના નાતે ઘરકામ કરવા આવેલી સગીરનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ તથા તેની સાથે સંબંધ રાખવા માટે વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પોસ્કોના ગન્હા હેઠળ તપાસ આદરી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: નરોડા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પડોશી ધર્મના નાતે ઘરકામ કરવા આવેલી સગીરનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ તથા તેની સાથે સંબંધ રાખવા માટે વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પોસ્કોના ગન્હા હેઠળ તપાસ આદરી છે.
આ કેસની વિગત એવી છે કે દુષ્કર્મથી પિડિત સગીરના પિતાએ 21 જાન્યુઆરીના રોજ નરોડા પોલીસ મથકે ફરિયાદ નાંધાવી હતી. જે અંતર્ગત પિડિતાના પડોશમાં રહેતા આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. આરોપીના મોટા ભાઈની પત્નીને ગાંઠનું ઓપરેશન કરાવ્યું હોઇ તેમણે પિડિતાની માતા પાસે પોતાના ઘર કામ માટે દિકરીને મોકલવા વિનંતી કરી હતી.
સગીરા 10 જાન્યુઆરીના રોજ આરોપીના ઘરે ઘરકામ માટે ગઇ હતી, ત્યારે આરોપીના ભાભી બેઠક રૂમમાં સુતેલા હતા. આ સમયનો ફાયદો ઉઠાવી આરોપી સગીરાને બેડરૂમમાં લઇ ગયો હતો, અને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. ઉતરાયણના દિવસે પિડિતા ઉદાસ રહેતાં તેના માતા પિતાએ પુછપરછ કરતાં આ સમગ્ર ઘટના સામે આવી હતી.
માતા-પિતાએ પુછપરછ કરતાં સગીરાએ વ્યથીત મને પોતાની આપ વિતિ જણાવતાં કહ્યુ હતુ કે 20 દિવસ અગાઉ પણ જ્યારે સગીરા આરોપીના ઘરે ઘરકામ કરવા ગઇ હતી ત્યારે પણ આરોપીએ સગીરાના બેડરૂમમાં લઇ જઇ બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ અને જો તેની સાથે સંબંધ ન રાખે તો વિડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ દાખલ થયાના કલાકોમાં જ નરોડા પોલીસે આરોપીની ઘરપકડ કરી છે. આરોપી 30 વર્ષની ઉમંરનો છે, તે જીઆઇડીસમાં કામ કરે છે.
પોલીસે આ કેસમાં પોસ્કોનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ આદરી છે. પોતાની ભાભી બિમાર હોવાથી ઘરકામ માટે આવેલી સગીરાને આરોપીએ હવસનો શિકાર બનાવી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લઇ તપાસ વધુ તેજ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે