રણવીર સિંહે સ્ટેજ પરથી કહ્યું કંઇક એવું કે પત્ની દીપિકાની આંખમાંથી વહેવા લાગ્યા આંસુ
મુંબઈમાં ગઈકાલે સાંજે સ્ટાર સ્ક્રીન અવોર્ડ 2018નું આયોજન કરવામાં આવ્યું,
Trending Photos
નવી દિલ્હી : મુંબઈમાં ગઈકાલે સાંજે સ્ટાર સ્ક્રીન અવોર્ડ 2018નું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોલિવૂડના એક્ટર્સને અલગઅલગ કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવ્યા. આ એવોર્ડ ફંકશનમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહને બેસ્ટ એક્ટર લીડિંગ રોલનો ખિતાબ મળ્યો. ફિલ્મ ‘પદ્માવત’ માટે રણવીરને આ અવોર્ડ આપવામાં આવ્યો છે.
આ ફંક્શનની ઇમોશનલ સ્પિચમાં રણવીરે કહ્યું, “મને ‘પદ્માવત’માં રાણી ન મળી પરંતુ અસલી જીવનમાં મારી રાણી મને મળી ગઈ છે. દીપિકા હું તને ખૂબ પ્રેમ કરું છું. છેલ્લા 6 વર્ષમાં મેં જે કંઈ પણ મેળવ્યું છે તે તારા કારણે. તે મને જમીન સાથે જોડી રાખ્યો અને સુરક્ષિત રાખ્યો. દરેક વસ્તુ માટે ધન્યવાદ, હું તને ખૂબ પ્રેમ કરું છું.”
🎥| Ranveer Singh wins the Best Actor Award for #Padmaavat at the #StarScreenAwards 💖 pic.twitter.com/oSfHjqxx2J
— RanveerSingh TBT💗 (@RanveerSinghtbt) December 16, 2018
રણવીરની સ્પીચ સાંભળીને ઓડિયન્સમાં બેઠેલી દીપિકાની આંખમાં આંસુ આવી ગયા. રણવીર-દીપિકા એકબીજા માટે ખૂબ ઈમોશનલ થઈ ગયા. જણાવી દઈએ કે રણવીર સિંહે ‘પદ્માવત’માં અલ્લાઉદ્દીન ખિલજીનો રોલ ભજવ્યો હતો. આ રોલમાં રણવીરની એક્ટિંગ દમદાર હતી અને લોકોએ ભરપૂર પ્રશંસા કરી હતી.
રણવીરે પછી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો તેને એક્ટર તરીકે ઘડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રણવીરે પછી તેના માતા-પિતા અને બહેનને પણ તેની સફળતાનો યશ આપ્યો હતો. આખરે સ્પિચમાં રણવીરે આ વર્ષે અવસાન પામેલા તેના નાનીને પણ યાદ કર્યા હતા.
#DeepikaPadukone gets emotional as husband #RanveerSingh wins an award for best actor at the Star Screen Awards.Moshqil waqt mein sath dainai wali aur khushiyon mein khush honai wali.Humsafar hoo toh aaissi ❤❤...
lucky one : @RanveerOfficial#CoupleGoals pic.twitter.com/vEn8aDhzU3
— Jerry 👻 (@xcxwii) December 16, 2018
વિનર લિસ્ટ
- બેસ્ટ એક્ટર - રણવીર સિંહ (પદ્માવત) અને રાજકુમાર રાવ (સ્ત્રી)
- બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (રાઝી)
- બેસ્ટ રિયલ સ્ટાર ઓન સોશિયલ મીડિયા - કેટરિના કૈફ
- બેસ્ટ એક્ટર ફીમેલ (ક્રિટિક્સ) - નીના ગુપ્તા (બધાઇ હો)
- બેસ્ટ એક્ટર મેલ (ક્રિટિક્સ) - ગજરાજ રાવ (બધાઇ હો)
- બેસ્ટ ફિલ્મ - સ્ત્રી
- લાઇફટાઇમ એચિવમેન્ટ અવોર્ડ - શબાના આઝમી
- બેસ્ટ એક્ટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલ - સુરેખા સિકરી (બધાઇ હો)
- બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ) -ઇશાન ખટ્ટર (ધડક અને બિયોન્ડ ધ ક્લાઉડ્સ)
- બેસ્ટ ડેબ્યુ એક્ટર (ફીમેલ) - રાધિકા મદાન (પટાખા)
- બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ – પંકજ ત્રિપાઠી (સ્ત્રી)
- બેસ્ટ ફિમેલ સિંગર - હર્ષદીપ કૌર (દિલબરો-રાઝી)
- બેસ્ટ લિરિક્સ - ગુલઝાર (એ વતન-રાઝી)
- બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - અરિજીત સિંહ (એ વતન - રાઝી)
- બેસ્ટ મ્યુઝિક - અમિત ત્રિવેદી (મનમર્જિયાં)
- બેસ્ટ ફિલ્મ રાઇટિંગ - અરિજીત વિશ્વાસ અને શ્રીરામ રાઘવન (અંધાધુન)
- બેસ્ટ એક્શન - અહમદ ખાન (બાગી 2)
- બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) - આયુષ્યમાન ખુરાના
- બેસ્ટ ડિરેક્ટર - શ્રીરામ રાઘવન
- બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) - મુલ્ક
- બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર - અમર કૌશિક (સ્ત્રી)
- બેસ્ટ કોરિયોગ્રાફી - પદ્માવત
- બેસ્ટ ડાયલોગ્સ - સ્ત્રી
- બેસ્ટ સિનેમેટોગ્રાફી - તુમ્બાડ
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અમિત અને સુબ્રતો (રાઝી)
- બેસ્ટ કોશ્ચ્યુમ - પદ્માવત
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - મધુ (અંધાધુન)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે