Vitamin D ની સપ્લીમેન્ટ લેતા પહેલા આ 4 વાતોને રાખજો ધ્યાનમાં, નહીં તો ઊલમાંથી ચૂલમાં પડશો
Vitamin D:વિટામિન ડી મેળવવાનો સૌથી સારો સોર્સ સૂર્યપ્રકાશ છે. પરંતુ ઘણા લોકો આ રીતે વિટામિન ડી લઈ શકતા નથી તેના કારણે વિટામિન ડી ની દવાઓ લેવાની જરૂર પડે છે. જોકે વિટામીન ડીની દવાઓ લેતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આજે તમને એવી ચાર વાતો વિશે જણાવીએ જેને ધ્યાનમાં રાખીને જ વિટામિન ડી ની દવાઓ શરૂ કરવી જોઈએ.
Trending Photos
Vitamin D: વિટામિન ડી એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન ડી હાડકા દાંત અને સ્નાયુના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. વિટામીન ડી ની ખામી હોય તો ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ કે હાડકાની નબળાઈ થાક સ્નાયુનો દુખાવો વગેરે. આજના સમયમાં પોષણયુક્ત આહારના અભાવના કારણે ઘણા લોકો વિટામિન ડી ની ઉણપ ધરાવતા હોય છે. આ ઉણપને દૂર કરવા માટે તેઓ વિટામિન ડી ના સપ્લીમેન્ટ લેતા હોય છે.
વિટામિન ડી મેળવવાનો સૌથી સારો સોર્સ સૂર્યપ્રકાશ છે. પરંતુ ઘણા લોકો આ રીતે વિટામિન ડી લઈ શકતા નથી તેના કારણે વિટામિન ડી ની દવાઓ લેવાની જરૂર પડે છે. જોકે વિટામીન ડીની દવાઓ લેતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આજે તમને એવી ચાર વાતો વિશે જણાવીએ જેને ધ્યાનમાં રાખીને જ વિટામિન ડી ની દવાઓ શરૂ કરવી જોઈએ. કારણકે સમજ્યા વિના આ દવા શરૂ કરવી સમસ્યાને આમંત્રણ આપી શકે છે.
વિટામિન ડીની દવા લેતા પહેલા ધ્યાનમાં રાખો આ વાતો
1. વિટામીન ડીની ઉણપ હોય તો શરીરમાં કેટલાક લક્ષણ જોવા મળે છે જેમ કે હાડકામાં દુખાવો, સતત થાક લાગવો, નબળાઈ, વારંવાર બીમાર પડવું, ડિપ્રેશન વગેરે. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણનો અનુભવ થાય તો ડાયરેક્ટ દવા શરૂ કરી દેવાના બદલે ડોક્ટરને મળી યોગ્ય તપાસ કરાવો ત્યાર પછી ડોક્ટરની સલાહ અનુસાર જ વિટામિન ડી ની દવા લેવાનું શરૂ કરો.
2. જો શરીરમાં વિટામિન ડીની ઉણપ છે તેવું જાણવા મળે તો ફક્ત દવાઓ પર આધાર ન રાખો. આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે વિટામિન ડીનો સોર્સ હોય જેમકે મશરૂમ, ઈંડા, માછલી વગેરે. આ સિવાય સવારે સૂર્યોદય થાય ત્યારના તડકામાં 15 થી 20 મિનિટ બેસવાનું રાખો.
3. વિટામીન ડી એક ફૈટ સોલ્યુબલ છે. જે સારી રીતે કામ કરે તેના માટે જરૂરી છે કે પર્યાપ્ત માત્રામાં વિટામિન એ અને મેગ્નેશિયમ પણ શરીરને મળે. આ ત્રણ પોષક તત્વો શરીરને ફાયદો કરે છે તેથી અન્ય વિટામિન્સ પર પણ ધ્યાન આપવું.
4. કોઈપણ વસ્તુ વધારે પ્રમાણમાં હાનિકારક હોય છે તેવી જ રીતે વિટામિન ડી ના સપ્લીમેન્ટ પણ જો લાંબા સમય સુધી વધારે માત્રામાં લેવામાં આવે તો તે હાનિકારક સાબિત થાય છે. તેના કારણે ઉલટી, ડિપ્રેશન, પેટમાં દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, સુસ્તી અને કબજિયાત જેવી સમસ્યા પણ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે