ભઠ્ઠીની જેમ શેકાયા ગુજરાતના આ શહેરો, માર્ચમા જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો

Weather Update Today : માર્ચમાં આકાશમાંથી અગ્નિવર્ષાની થઈ શરૂઆત.... સિઝનમાં ગરમીનો પારો પહેલીવખત 40 ડિગ્રીને પાર પહોંચ્યો.... રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી ગરમી નોંધાઈ....

ભઠ્ઠીની જેમ શેકાયા ગુજરાતના આ શહેરો, માર્ચમા જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો

Gujarat Weather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. સીઝનનું પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું છે. રાજકોટમાં  સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી પાર નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. એક સપ્તાહમાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવવાની સંભાવના છે. 

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા

  • અમદાવાદ 38.3 ડિગ્રી
  • ગાંધીનગર 37.0 ડિગ્રી
  • ડીસા  38.7 ડિગ્રી
  • વડોદરા 38.2  ડિગ્રી
  • અમરેલી 39.0 ડિગ્રી
  • ભાવનગર 36.9  ડિગ્રી
  • રાજકોટ 40.3 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 39.7 ડિગ્રી
  • પોરબંદર 38.4  ડિગ્રી
  • વેરાવળ 38.3 ડિગ્રી
  • મહુવા 38.8 ડિગ્રી
  • ભુજ  38.7 ડિગ્રી
  • નલિયા 38.6 ડિગ્રી
  • કંડલા 38.6  ડિગ્રી
  • કેશોદ 39.1 ડિગ્રી

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે
દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.

વધુ એકવાર વરસાદની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે. 
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news