શરીરમાં હોય આ તકલીફો તો ભુલથી પણ ન ખાવું દહીં, ખાવાથી થઈ શકે છે Side Effect
Curd Side Effects: રોજ એક વાટકી દહીં ખાવાથી શરીર અને સ્કીન બંનેને ફાયદો થાય છે. જોકે દહીં શરીર માટે ફાયદાકારક હોવા છતાં કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક સમસ્યાઓમાં દહીંનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ તેમજ અન્ય તકલીફો થઈ શકે છે.
Trending Photos
Curd Side Effects: દહીંનો ઉપયોગ લગભગ રોજ દરેક ઘરમાં થતો હોય છે. ભારતના લોકપ્રિય વ્યંજન માંથી એક દહીં છે. દહીંમાં વિટામીન બી, વિટામીન b12, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને અદભુત ફાયદા થાય છે. રોજ એક વાટકી દહીં ખાવાથી શરીર અને સ્કીન બંનેને ફાયદો થાય છે. જોકે દહીં શરીર માટે ફાયદાકારક હોવા છતાં કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક સમસ્યાઓમાં દહીંનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ તેમજ અન્ય તકલીફો થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કયા લોકોએ દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો:
સાંધાના દુખાવા
જે લોકોને સાંધાના દુખાવાની ફરિયાદ હોય તેવા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ. આવા લોકો જો દહીંનું સેવન કરે છે તો સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે.
અસ્થમા
જે લોકો અસ્થમા ની સમસ્યાથી પીડિત છે તેમણે પણ દહીંનું સેવન ન કરવું દહીં ખાવાથી અસ્થમા ના દર્દીઓની તકલીફ વધી શકે છે.
ગેસ અને એસિડિટી
જે લોકોને ગેસ અને એસિડિટી ની ફરિયાદ હોય તેમણે પણ દહીંનું સેવન ટાળવું જોઈએ ગેસ અને એસિડિટી દરમિયાન નહીં ખાવાથી તકલીફ વધી શકે છે.
ત્વચાની સમસ્યામાં
જો સ્કીન સંબંધિત કોઈ સમસ્યા કે બીમારી હોય તો દહીં ખાવાનું ટાળવું જોઈએ. એક્ઝીમા, ખંજવાળ કે ઇન્ફેક્શન હોય તો દહીં ખાવાથી તકલીફ વધી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે