Dates Benefits: શિયાળામાં પલાળીને ખજૂર ખાવાથી બનશે મજબૂત બોડી, થશે આ ફાયદા
Khajur Ke Fayde: ખજૂરને આપણે ફળની જગ્યાએ ઔષધી કહી શકીએ. શિયાળાના દિવસોમાં ખજૂરનું સેવન શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે. જો તમે ફીટ રહેવા ઈચ્છો છો તો દરરોજ પલાળીને ખજૂર ખાવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ Soaked Dates Benefits: ઘણા લોકો સવારે નાસ્તામાં ફળો અને ડ્રાઈફ્રૂટ્સને સામેલ કરે છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદારાકારક છે. દરરોજ પલાળીને ખજૂર ખાવાથી મોટો ફાયદો થાય છે. ખજૂર પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર બોય છે. તેમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, કોપર, ઝિંક અને મેગ્નીશિયમ જેવા મિનરલ્સ હોય છે. આ પોષક તત્વ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખજૂરની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં તેનું સેવન ઘણા ફાયદા આપે છે.
હાર્ટ માટે ફાયદાકારક
ખજૂર હાર્ટ માટે ફાયદાકારક છે. પળાળેલી ખજૂર ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. ખજૂરમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને કાબુમાં રાખવાનું કામ કરે છે. જો હાર્ટને સ્વચ્થ બનાવી રાખવું હોય તો પલાળેલી ખજૂરનું સેવન કરવું જોઈએ.
હાડકાં અને મસલ્સ બનાવે મજબૂત
ખજૂરમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ અને મેગ્નીશિયમ જેવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે હાડકાં અને મસલ્સની મજબૂતી માટે જરૂરી છે. જો તમે હાડકાંને મજબૂત બનાવવા ઈચ્છો છો તો તમારે ખજૂર ખાવી જોઈએ. તેનાથી નબળાઈ દૂર થશે અને દુખાવાથી પણ છુટકારો મળી શકે છે.
પાચન માટે ફાયદાકારક
ખજૂર પાચનમાં ખુબ ફાયદાકારક છે. તેના સેવનથી કબજીયાત અને અપચાની મુશ્કેલી દૂર થાય છે. ખજૂર પેટને નરમ બનાવી રાખે છે. તેના સેવનથી પાઇલ્સની સમસ્યામાં પણ આરામ મળે છે.
સ્કિનને બનાવે ચમકદાર
ખજૂરમાં રહેલા ન્ટૂટ્રિએન્ટ્સ સ્કિન માટે પણ ફાયદાકારક છે. ખજૂરમાં એન્ટી એંજિંગ ગુણ જોવા મળે છે. તેના સેવનથી ચહેરા પર કરચલી દૂર થાય છે. ખજૂર ખાવાથી સ્કીન મજબૂત બને છે અને ચહેરા પર ગ્લો જોવા મળે છે.
લોહીની કમીને કરે દૂર
ખજૂરમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ ખજૂરનું સેવન કરવાથી લોહીની કમી દૂર થાય છે. ખજૂર શરીરમાં હીમોગ્લોબિનની માત્રા વધારી એમીનિયા જેવી બીમારીઓમાં ફાયદો પહોંચાડે છે.
વધન વધારે
પોષક તત્વોથી ભરપૂર ખજૂર વજન વધારવામાં મદદ કરે છે. ખજૂર શરીરની નબળાઈ દૂર કરે છે. તે લોહી વધારવાનું પણ કામ કરે છે. ખજૂર ખાઈને વજન વધારી શકાય છે. વજન વધારવા માટે દરરોજ 4-5 ખજૂર ખાવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે