માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય

ગુજરાતમાં વાતો સ્માર્ટ ક્લાસરૂમની થાય છે, સ્માર્ટ સ્કૂલની થાય છે...પણ રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જે સ્માર્ટ તો નથી...સાથે સાથે જમીન પર હયાત પણ નથી...જે થોડીઘણી હયાત છે તે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી છે...ત્યારે જોવું રહ્યું કે વિકસિત ગુજરાતમાં અવિકસિત કહેવાતી આ શાળાઓને ક્યારે સરકાર વિકસિત બનાવે છે?

માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય

ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરતી હોવાના દાવા કરે છે. લાખોના ખર્ચે જાતભાતના તાઈફા પણ કરવામાં આવે છે. પણ ગુજરાતમાં એવી ઘણી શાળાઓ છે જ્યાં ઓરડા જ નથી...અને તેના જ કારણે ક્યાંક ખુલ્લા આકાશમાં તો, ક્યાંક કોઈના ઘરમાં શાળાઓ ચાલે છે...તો ઘણી એવી પણ સ્કૂલો છે જે એટલી જર્જરિત થઈ ગઈ છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે...હવે રાજકોટ જિલ્લામાં માતાજીના ભરોષે એક શાળા ચાલી રહી છે...ત્યારે શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....

હા સરકાર, ભૂલકાઓ માગી રહ્યા છે શાળાનું બિલ્ડિંગ...દેશનું ભવિષ્ય કહેવાતા બાળકો શાળાના ઓરડા ઝંખી રહ્યા છે...કારણ કે શાળા વગર આ બાળકો માતાજીના મઢમાં ભણી રહ્યા છે....અને માતાજીના ભરોષે પોતાના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે....માતાના મઢમાં ચાલતી આ શાળામાં વિદ્યાર્થીઓ છે...શિક્ષકો છે...પણ નથી તો શાળાનું કોઈ બિલ્ડિંગ...અને આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ છેલ્લા 8 મહિના છે..પણ નતો તંત્રને કોઈ રસ છે...નતો સરકારને શાળા બનાવી આપવામાં રસ છે....

માતાજીના મઢમાં ચાલતી ગુજરાતની એકમાત્ર આ શાળા રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની આબરુ ધુળધાણી કરી રહી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કુંદણી ગામની આ શાળામાં અંદાજિત 122 જેટલા વિદ્યાર્થી ભણે છે. આ સરકારી પ્રાથમિક શાળાનું મકાન સંપૂર્ણ જર્જરિત થઈ ગયું છે. શાળામાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે...અને તેના જ કારણે ગામના બાળકોને માતાજીના મઢમાં સહારો લેવો પડી રહ્યો છે...અને આ વાત શિક્ષણના અધિકારીઓ કબૂલી તો રહ્યા છે. પરંતુ નવા બિલ્ડિંગ માટે માત્ર વચન અને વાયદો જ કરી રહ્યા છે...

સરકાર શાળા ક્યારે બનાવશે?
કુંદણી ગામની શાળામાં અંદાજિત 122 જેટલા વિદ્યાર્થી ભણે છે
સરકારી પ્રાથમિક શાળાનું મકાન સંપૂર્ણ જર્જરિત થઈ ગયું છે
શાળામાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે

આપને એ જાણીને નવાઈ લાગશે કે કુંદણી ગામ જસદણ વિધાનસભામાં આવે છે. આ વિધાનસભાથી ધારાસભ્ય કુંવરજી બાવળિયા છે...બાવળિયા રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે...ઉચ્ચ દરજ્જાના મંત્રીજીના વિસ્તારમાં જ માતાના મઢમાં શાળા ચાલી રહી છે. તેના પરથી સમજી શકાય છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલું કથળિ રહ્યું છે?...આ શાળાના બિલ્ડીંગ માટે ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયત, કલેક્ટર સહિત દરેક જગ્યાએ રજૂઆત કરાઈ છે...પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news