Green Tea: બનાવતી વખતે ન કરો આ ભુલ, કરશો તો ફાયદાને બદલે થશે નુકસાન
Green Tea: ગ્રીન ટી પીવાથી ફાયદો થાય છે તે વાત જાણીને ગ્રીન ટી પીવાની શરૂઆત કરી દેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગ્રીન ટીનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે તો તે ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે.
Trending Photos
Green Tea: ગ્રીન ટી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે આ વાત તો તમે પણ જાણતા હશો. આજ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ સવારે ગ્રીન ટી પીવાની સલાહ આપે છે. પરંતુ ગ્રીન ટી પીવાથી ફાયદો થાય છે તે વાત જાણીને ગ્રીન ટી પીવાની શરૂઆત કરી દેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગ્રીન ટીનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે તો તે ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે. ગ્રીન ટી ને બરાબર રીતે બનાવવામાં ન આવે તો તેના ગુણ નો નાશ થઈ જાય છે અને પછી તેનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. આજે તમને જણાવીએ કે ગ્રીન ટી બનાવતી વખતે અને પીતી વખતે કઈ ભૂલ કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો:
ખાલી પેટ ગ્રીન ટી
ગ્રીન ટી પીવી ફાયદાકારક છે પરંતુ સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાથી નુકસાન થાય છે. તેમાં રહેલું ટેનિંગ પેટમાં બળતરા અને અપચાનું કારણ બની શકે છે. તેનાથી પેટમાં ગેસ એસીડીટી અને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. ગ્રીન ટી ભોજન કર્યાના એક કે બે કલાક પછી પીવી જોઈએ.
વધારે ગ્રીન ટી પીવી
જો ગ્રીન ટી વધારે પ્રમાણમાં પીવામાં આવે તો પણ સમસ્યા થઈ શકે છે. વધારે પ્રમાણમાં ગ્રીન ટી પીવાથી હૃદયના ધબકારા વધી જવા, અનિંદ્રા જેવી તકલીફ થઈ શકે છે. ખાસ કરીને વજન ઘટાડવા ગ્રીન ટી પીવી હોય તો ઓછી માત્રામાં જ પીવી જોઈએ.
રાત્રે ગ્રીન ટી
રાત્રે ગ્રીન ટી પીવાથી ઊંઘ પ્રભાવિત થાય છે. તેમાં રહેલું કેફીન સ્ટ્રેસ પણ વધારે છે અને આરામ મળતો નથી. એટલે કે રાત્રે ગ્રીન ટી પીવાથી ઊંઘ પર અસર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે