બોર્ડના ત્રીજા પેપરમાં પિતાના મોતના સમાચાર આવ્યા, છતાં દેવાંશીએ 88.35 પર્સન્ટાઈલ સાથે ટોપ કર્યું
Board Exam Topper : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા થયું જાહેર... ગયા વર્ષ કરતાં 13 ટકા ઓછું પરિણામ.. સૌથી વધારે કચ્છ જિલ્લાનું તો સૌથી ઓછું દાહોદ જિલ્લાનું પરિણામ આવ્યું..
Trending Photos
GSEB HSC Commerce Result 2023 ગૌરવ દવે/રાજકોટ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 13 ટકા ઓછું છે. બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શક્યા. માર્ચમાં આયોજિત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 3 લાખ 49 હજાર 792 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે રાજકોટમાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા છે.
રાજકોટ જિલ્લાનું 79.94 % પરિણામ જાહેર થયું છે. સૌરાષ્ટ્રના 1.44 લાખ વિદ્યાર્થીઓનું સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. રાજકોટના 26325 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જેમાં 338 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો, જ્યારે કે 2403 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ મુકાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ધોળકિયા સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓએ ગરબા લઈ કરી પરિણામના પર્વની ઉજવણી કરી હતી. ગત વર્ષ 2022 માં રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ આવ્યું હતું, જે આ વર્ષે વધ્યું છે.
ચાલુ પરીક્ષામાં પિતાનું મોત છતા દીકરીએ મક્કમ હૃદયે પરીક્ષા આપી
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ઘરે પરત ફરતા સમયે હાર્ટ એટેક થી મયુરભાઈ મકવાણાનું મોત થયુ હતું. જોકે તે સમય વીત્યો તેને જજો સમય નથી થયો પરંતુ તે મયુરભાઈની પુત્રી દેવાંશી મકવાણા આજે બોર્ડ ફસ્ટ આવી છે. મકવાણા દેવંશી મયુરભાઈ ધોરણ 12 માં 88.35 PR સાથે બોર્ડ ફસ્ટ આવી છે. દેવાંશીએ ભારે હદય તેના પિતાને યાદ કર્યા અને કહ્યું હું મારા પિતાના તમામ સપના સાકાર કરીશ. પિતાના અવસાન પછી ત્રણ પરીક્ષા આપી છે જેમાં બોર્ડમાં ફસ્ટ આવી છે. એટલું જ નહીં તેને કહ્યું હતું કે, તે હવે આગળ BBA નો અભ્યાસ કરવા માંગે છે. પિતાના અવસાન સમયે બોર્ડની પરીક્ષા ચાલતી હતી. ત્રીજું પેપર હતું અને સમાચાર આવ્યા હતા કે પપ્પા શાસ્ટ્રીમેદાનમાં પડી ગયા અને તેનો ફોન આવતા મેં જ ઉપાડ્યો હતો. જોકે મને બધા લોકોએ સમજાવી અને પરીક્ષા આપી હતી.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ પણ વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો
રાજકોટની ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થીની ક્રિષ્ના બારડ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોર્ડ ફસ્ટ આવી છે. જે અમરેલી જિલ્લાના ખેડૂતની પુત્રી છે. ગત વર્ષે વાપીથી ઝુડોની રમત રમી પરત આવતા હતા, ત્યારે બગોદરા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે ક્રિષ્નાને મણકામાં ગંભીર ઇજા થતાં ઓપરેશન આવ્યું હતું. જોકે 4 કલાક ફિઝિયોથેરાપી અને 5 વાંચન થી બોર્ડમાં A1 ગ્રેડ સાથે બોર્ડમાં ફસ્ટ આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે તે GPSC ક્લિયર કરી ગરીબ પરિવારના બાળકોને સારૂ શિક્ષણ અપાવવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે