WTC 2023 Final ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી; જાણો લાઇવ સ્ટ્રીમિંગ સહિતની તમામ માહિતી

WTC 2023 Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 (ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ)ની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ માટે બંને ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.

WTC 2023 Final ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી; જાણો લાઇવ સ્ટ્રીમિંગ સહિતની તમામ માહિતી

WTC 2023 FINAL IND vs AUS: ક્રિકેટમાં એવું કહેવાય છેકે, ટેસ્ટ મેચ ઈઝ એ રિયલ ટેસ્ટ ઓફ ક્રિકેટર. કારણકે, ટેસ્ટ મેચ પાંચ દિવસની હોય છે. જેમાં દરેક ખેલાડીઓની ફિટનેસ, સ્ટ્રેન્થ, ટેકનિક અને મેન્ટલ ટફનેસ, પ્રેઝન્સ ઓફ માઈન, ટેપરામેન્ટ, કરંટ ફોર્મ અને ક્લાસની પરીક્ષા થાય છે. ત્યારે હવે આ પરીક્ષાની ઘડી નજીક આવી ગઈ છે. અહીં વાત થઈ રહી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જીત હાંસલ કરીને આ ખિતાબ પોતાના નામે કરવા માટે ભારતીય ટીમ તૈયાર છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 (WTC ફાઇનલ 2023) ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મોટી મેચ માટે બંને ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્મા કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની કમાન પેટ કમિન્સના હાથમાં રહેશે. ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે અને ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત WTC ફાઈનલ રમશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યારે રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ 7 થી 11 જૂન 2023 દરમિયાન રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યાં રમાશે?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે.

ભારતીય સમય અનુસાર મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

ટીવી અને મોબાઈલ પર WTC ફાઈનલ લાઈવ કેવી રીતે જોવું?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકાશે. તે જ સમયે, તમે મોબાઇલ પર Disney Plus Hotstar જોઈ શકો છો.

WTC FINAL માટે બંને દેશની ટીમો:
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, રાજુલ ઠાકુર. , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટ.

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલિયા 15 સભ્યોની ટીમઃ પેટ કમિન્સ (c), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wk), કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગલ્સ (wk), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, ટોડ મર્ફી , સ્ટીવન સ્મિથ (વાઈસ-કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: મિશેલ માર્શ, મેટ રેનશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news