Diabetes: લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ

Diabetes: આજે તમને એક ખાસ લોટ વિશે જણાવીએ. આ લોટ વિશે તમે આજ સુધી સાંભળ્યું નહીં હોય. ડાયાબિટીસના દર્દીઓ જો આ લોટનું સેવન કરે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આ લોટને ડાયટમાં સામેલ કરવો જોઈએ. 

Diabetes: લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ

Diabetes: ડાયાબિટીસ હોય તે લોકો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે માટે દવાઓની સાથે કેટલાક ઘરેલુ ઉપાય કરવામાં પણ માને છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર બ્લડ સુગર કંટ્રોલ કરવું હોય તો સૌથી વધારે જરૂરી છે કે દર્દી પોતાની જીવનશૈલી અને આહારનું ધ્યાન રાખે. તેના માટે ખાવા પીવામાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે. 

આજે તમને આવા જ એક ખાસ લોટ વિશે જણાવીએ. આ લોટ વિશે તમે આજ સુધી સાંભળ્યું નહીં હોય. ડાયાબિટીસના દર્દીઓ જો આ લોટનું સેવન કરે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આ લોટને ડાયટમાં સામેલ કરવો જોઈએ. 

જે લોટની અહીં વાત થઈ રહી છે તે છે ફણસનાનો લોટ. રિસર્ચમાં સામે આવ્યું છે કે ફણસનો લોટ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે. રોજ આ લોટની રોટલી ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે લોકો આ લોટ ખાય છે તેમનામાં HbA1c નું પ્રમાણ ઓછું જોવા મળે છે. 

ફણસના લોટના ફાયદા 

ફણસના લોટમાંથી બનેલી રોટલીઓ ફક્ત ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે એવું નથી. આ લોટની રોટલી અન્ય સમસ્યામાં પણ ફાયદો કરે છે. જેમકે આ લોટ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. ફણસના લોટને ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જે લોકોનું વજન વધારે હોય તેમણે આ લોટની રોટલી ખાવી જોઈએ તેનાથી સ્થૂળતાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય આ લોટની રોટલી ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. 

કેવી રીતે બને છે ફણસનો લોટ ? 

ફણસનો લોટ બનાવવા માટે સૌથી પહેલા ફણસના બીને કાઢીને તડકામાં સુકવી લેવા. બી સુકાઈ જાય પછી તેની ઉપરનું પડ કાઢી નાખવું અને તેના બીનો પાવડર તૈયાર કરી લેવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news