દેશની રાજધાની નવી દિલ્લીમાં જળસંકટ, ભીષણ ગરમીની વચ્ચે પાણીની ઉઠી બૂમ

મોટા-મોટા વચનો અને તમામ દાવાઓ છતાં દર વર્ષે દિલ્હીમાં પાણીનું સંકટ આવી જાય છે. દિલ્હી સરકાર પાણીની બરબાદી કરનાર પર દંડની જાહેરાત કરી ચૂકી છે. ગુરૂવારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી અને શુક્રવારે મુખ્યમંત્રી કેજરીવાલે હરિયાણા અને ઉત્તર પ્રદેશ પાસે પાણીની માગ કરી હતી. 

દેશની રાજધાની નવી દિલ્લીમાં જળસંકટ, ભીષણ ગરમીની વચ્ચે પાણીની ઉઠી બૂમ

નવી દિલ્હીઃ ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારો અત્યારે કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહ્યા છે... જ્યાં અનેક રાજ્યોમાં ગરમીનો પારો રોજેરોજ પોતાના રેકોર્ડ તોડી રહ્યો છે... અને તેના કારણે અનેક લોકોના મોતનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે.... ત્યારે દેશની રાજધાની નવી દિલ્લીમાં ગરમીની સાથે સાથે હવે પાણી પણ લોકો માટે મોટી મુશ્કેલીનું કારણ બની ગયું છે.... ભીષણ ગરમીની વચ્ચે અનેક વિસ્તારોમાં જળસંકટ ઉભું થતાં લોકો ટેન્કરના સહારે જીવવા બન્યા છે મજબૂર... શું છે નવી દિલ્લીમાં જળસંકટનું કારણ?... જોઈશું આ રિપોર્ટમાં..

કેરળમાં તો વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે... પરંતુ હજુ દેશના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે... જેમાંથી એક છે દેશની રાજધાની નવી દિલ્લી.... અહીંયા મહત્તમ તાપમાનના અનેક નવા  રેકોર્ડ બની રહ્યા છે.... વીતેલા દિવસોમાં અહીંયા ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો... હજુ તો ગરમીમાંથી રાહત મળી નથી ત્યારે જળ સંકટે દિલ્લીવાસીઓનું જીવવું વધારે મુશ્કેલ બનાવી દીધું.

નવી દિલ્લીના અનેક વિસ્તારોમાં અત્યારે જળસંકટ છે... સ્થિતિ એવી છે કે પાણીના ટેન્કરને જોઈને લોકો તેના પર રીતસરની લૂંટ ચલાવે છે.... સેંકડો લોકોમાં પાણી માટે એક યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે તેમ છતાં પણ લોકોને પૂરતું પાણી મળતું નથી.

દિલ્લીના કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ તે પણ જોઈ લઈએ. સંજય કેમ્પ વિસ્તાર કે પછી ચાણક્યપુરી...  કે પછી નવી દિલ્લીમાં આવેલ ગીતા કોલોની વિસ્તાર. અહીંયા લોકોને પીવાનું પાણી મળતું નથી... જેના કારણે લોકો ટેન્કર પર જીવવા મજબૂર બન્યા છે... અને જો ટેન્કર ન આવે તો બહારથી પૈસા ખર્ચીને પાણી લેવું પડે છે.

હવે તમારા મનમાં થતું હશે કે દિલ્લીમાં જળસંકટ કેમ છે?... તો તેના કારણ પર નજર કરીએ તો...
દિલ્લીમાં આ વર્ષે પ્રચંડ ગરમી પડી રહી છે...
પાણી માટે દિલ્લીને ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા પર નિર્ભર રહેવું પડે છે...
ગરમીના કારણે લોકોની પાણીની ડિમાન્ડ વધી ગઈ છે...
દિલ્લીનો પોતાનો પાણી માટે કોઈ જળ સ્ત્રોત નથી...
દિલ્લીને દૈનિક 96.9 કરોડ ગેલન પાણી જ મળી રહ્યું છે...
જ્યારે તેની સામે દૈનિક જરૂરિયાત 129 કરોડ ગેલન પ્રતિ દિવસ છે...

દિલ્લીની આમ આદમી પાર્ટીની સરકારે પાણીના સંકટને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લીધા અને નિર્માણાધીન મકાનો કે સાઈટ્સ માટે નવો આદેશ જાહેર કર્યો છે.

આમ આદમી પાર્ટીની સરકાર દર વર્ષે પાણીનું સંકટ દૂર કરવા માટે યોજના લાવે છે... અને દાવો કરે છે કે આ વર્ષે સ્થિતિ સારી રહેશે.... પરંતુ સમસ્યા વધારે મોટી થઈ જાય છે... જેના કારણે દિલ્લી સરકારે બીજા રાજ્યો પરની નિર્ભરતાને ઓછી કરવા માટે તાત્કાલિક કોઈ નક્કર પગલાં ઉઠાવવા પડશે... નહીં તો આગામી સમયમાં દિલ્લીમાં પાણી વિના રહેવું લોકો માટે મુશ્કેલ બની જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news