જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશના આરોપીને ઝડપ્યો
ઉત્તર પ્રદેશમાં જમીન વિવાદમાં સાવકી માતા અને બહેનની હત્યા કરનાર એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશમાં હત્યા કરી આ આરોપી અમદાવાદમાં છુપાયો હતો.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ જર જમીન ને જોરૂ કજીયાના છોરું આવી જ એક ઘટના યુપીના બસ્તી જિલ્લાના શેઠા ગામ માં બનવા પામી હતી. જેમાં પુત્રએ પોતાની માતા અને બહેનની જમીનના વિવાદમાં ઠંડા કલેજે હત્યા કરી અમદાવાદમાં આવી ગયો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 હજારના ઈનામી આરોપીની ધરપકડ કરી યુપી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજેશ ઉપાધ્યાય ઉર્ફે રાજનની ધરપકડ બે હત્યાના કેસમાં કરી છે. આરોપી રાજેશ ઉપાધ્યાયએ ગઈ તારીખ 3 ડિસેમ્બર 2024ના રાતે સાવકી માતા અને સાવકી બહેનની હત્યા કરી હતી. જેમાં રાજેશ ઉપાધ્યાય ઉર્ફે રાજને પોતાના કુટુંબી ભાઈઓ સાથે મળીને સાવકી માતા ગોદાવરી દેવી અને સાવકી બહેન સૌમ્યાને પહેલા બેભાન કરી બાદમાં ગળું દબાવીને હત્યા કરી ત્યાર બાદ ઓળખના થાય એ માટેથી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપી રાજેશ ઉપાધ્યાય ઉર્ફે રાજન સહિત કુલ 8 આરોપીઓએ આ ડબલ હત્યા કેસને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ હત્યાનો બનાવ સામે આવતાની સાથે જ યુપીના બસ્તી જિલ્લાના કપ્તાન ગંજ પોલીસે 8 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપી સામે 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડબલ હત્યા કેસના મુખ્ય રાજેશ ઉપાધ્યાય ઉર્ફે રાજન અમદાવાદ ફરી રહ્યો હોવાની બાતમી મળતા નારોલથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે આરોપી રાજેશ ઉપાધ્યાય ના અવસાન પામેલા પિતા એ 24 વીઘા જમીન પૈકી 20 વીઘા જમીન આરોપીની સાવકી માતા અને સાવકી બહેનના નામે કરી આપી હતી. જે અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આરોપી રાજેશ ઉપાધ્યાયએ પિતારાય ભાઈઓ સાથે મળીને સાવકી માતા અને સાવકી બહેનની હત્યા કરી હતી. આ હત્યા પહેલા આરોપીઓએ એમપીના શૂટરોને કિલિંગ કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો. પણ કોન્ટ્રાક્ટ કિલરને પૈસા ઓછા પડતા સોદો રદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જાતે જ હત્યા કરવા નું નક્કી કર્યું હતું.
બનાવના દિવસે આરોપીઓ ભોગ બનનારના ઘરની બાજુમાં વોચ રાખીને બેઠા હતા. આ દરમિયાન ગોદાવરી દેવી ઘરની બહાર આવતા આરોપી કરુણાકરે ગોદાવરી દેવીના માથામાં ઇંટનો ઘા માર્યો હતો. કૌશલે ગળું અને કરુણાકરે મોઢું દબાવ્યું હતું. ગોદાવરી દેવીનો અવાજ સાંભળીને તેની દીકરી સૌમ્યા ઘરની બહાર આવી હતી. રાજને સૌમ્યનું ગળું અને બલવીર ઉર્ફે મુન્નાએ મોઢું દબાવીને તેને બેભાન કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ભેગા મળીને ગોદાવરી અને સૌમ્યને ઘરમાં ખેંચીને પથારી પર સુવડાવીને આગ લગાડી હતી. આમ મા - દીકરીની લાશ બળેલી હાલતમાં સવારે મળી આવી હતી. ઘટના અંગે યુપીના બસ્તી જિલ્લાના કપ્તાન ગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. યુપી પોલીસે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે રાજેશ ઉર્ફે રાજન અવધેશ ઉપાધ્યાયની ધરપકડ કરે છે. પોલીસે અન્ય ફરાર આરોપી ઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપી રાજેશ ઉપાધ્યાય ઉર્ફે રાજન અગાઉ અમદાવાદમાં મજૂરી કામ કરવા આવી ચુક્યો હતો જેથી તે અમદાવાદ શહેર નો પરિચિત હોવાથી હત્યાને અંજામ આપ્યા બાદ અમદાવાદ આવ્યો હતો. હત્યામાં સંડોવાયેલ રાજનના પિતરાઈ ભાઈ કરુણાકર કિલિંગ કોન્ટ્રાકટ માટે ત્યાં નોકરી કરતો હતો ત્યાંથી રૂ 3.50 લાખની લોન પણ લીધી હતી. પરંતુ શૂટરએ હત્યા કરવાના રૂ 10 લાખ માંગતા સોદો કેન્સલ થયો અને 8 આરોપીઓએ જમીન પડાવવા સાવકી માતા બહેનને મોતને ઘાટ ઉતારી દીધા . હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી યુપી પોલીસ ને સોંપવા તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે