Weekly Horoscope: આ અઠવાડિયે આર્થિક લાભના શુભ અવસર પ્રાપ્ત થશે, સુખ-સમૃદ્ધિના યોગ બનશે, વાંચો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope 6 To 12 January 2025: નવા વર્ષના પહેલા સપ્તાહની શરુઆતમાં પુત્રદા એકાદશી, શનિ પ્રદોષ જેવા મહત્વપૂર્ણ વ્રત આવશે. ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો શનિ અને શુક્ર કુંભ રાશિમાં હશે જ્યારે ધન રાશિમાં સૂર્ય અને બુધ એકસાથે હશે. કર્ક રાશિમાં મંગળ ગોચર કરશે. ગ્રહોની બદલતી ચાલ વચ્ચે આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ.
મેષ:
ગણેશજી કહે છે, પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળી શકે છે અને આ મામલે કોઈ માતૃતુલ્ય મહિલાની મદદ મળી રહેશે. સ્વાસ્થ્ય અંગે બેદરકાર નહીં રહો તો સારા પરિણામ સામે આવશે. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે થોડું બંધન અનુભવી શકો છો. પ્રેમ સંબંધમાં મજબૂત થશે
વૃષભ:
ગણેશજી કહે છે, આર્થિક મામલે આ અઠવાડિયું અનુકૂળ છે અને ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં પણ અઠવાડિયે વધારે ફાયદો થતો દેખાઈ રહ્યો છે. શારીરિક તંદુરસ્તી અને સ્ફૂર્તિ વધશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને મન પ્રસન્ન રહેશે. તમે કોઈ રોકાણ તરફ વિશેષ ધ્યાન આપશો.
મિથુન:
ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને ભાગીદારીમાં કરેલા કાર્ય શુભ સમાચાર લઈને આવશે. પ્રેમ સંબંધમાં પરસ્પર સ્નેહ વધશે અને પાર્ટનર સાથે પાર્ટીના મૂડમાં રહેશો. આર્થિક દ્રષ્ટિકોણથી સમય બરાબર છે અને ધન વૃદ્ધિ ધીમે-ધીમે થશે. સ્વાસ્થ્યમાં ધીમે-ધીમે સુખદ સમાચાર મળશે.
કર્ક:
ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને આ અઠવાડિયે શરૂ કરેલો પ્રોજેક્ટ ભવિષ્યમાં સફળતા આપશે. અત્યારે પ્રોજેક્ટને લઈને મનમાં શંકા રહેશે પરંતુ ભવિષ્યમાં ચોક્કસ ફળ મળશે. પરિવારમાં સંતુલન રાખીને આગળ વધશો તો સુખી રહેશો. યાત્રા દ્વારા પણ શુભ ફળ મળતું દેખાઈ રહ્યું છે. કોઈ નવા સ્થળે યાાત્રા કરવાની ઈચ્છા જાગશે.
સિંહ:
ગણેશજી કહે છે, આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું અનુકૂળ છે અને ધન આગમનના શુભ સંયોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને સ્ફૂર્તિ અનુભવશો. યાત્રા દ્વારા નવા સંયોગ બનશે. પરિવારમાં સ્થિતિ ધીમે-ધીમે સાનુકૂળ થશે. પ્રેમ સંબંધ મામલે સાંભળજો બધાનું પરંતુ છેવટે તમારું દિલ કહે તેમ જ વર્તજો.
કન્યા:
ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમને સ્વાસ્થ્યમાં ઘણાં હકારાત્મક ફેરફાર જોવા મળશે. પ્રેમ સંબંધમાં મુશ્કેલ સમય આવી શકે છે અને અહંકાર ટકરાતા મતભેદો થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમે બેદરકારીના કારણે કષ્ટદાયી સ્થિતિમાં આવી શકો છો. આર્થિક વ્યય ભાવનાત્મક કારણોસર વધારે રહેશે.
તુલા:
ગણેશજી કહે છે, આ અઠવાડિયે પરિવારના સાંનિધ્યમાં સુખી રહેશો અને પરસ્પર પ્રેમ વધશે. બની શકે કે પરિવાર સાથે કોઈ વધુ સારી જગ્યાએ શિફ્ટ થવાનું મન થાય. યાત્રા ચોક્કસ સફળતા અપાવશે. પિતૃતુલ્ય વ્યક્તિની મદદથી યાત્રા દરમિયાન સારું ફળ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સારો સુધારો દેખાઈ રહ્યો છે.
વૃશ્ચિક:
ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સફળતા પ્રાપ્ત કરશો. સ્વાસ્થ્યમાં સુધારો દેખાશે અને તંદુરસ્તી અનુભવશો. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને તમારું માન વધશે. આ અઠવાડિયે કરેલી યાત્રા થકી ખર્ચ થવાની સંભાવના વધુ છે. કોઈ માતૃતુલ્ય મહિલા પર ખર્ચ થઈ શકે છે.
ધન:
ગણેશજી કહે છે, આર્થિક ધન લાભના શુભ અવસર આ અઠવાડિયે પ્રાપ્ત થશે અને સુખ-સમૃદ્ધિના યોગ બનશે. કાર્યક્ષેત્રે પ્રોજેક્ટ સમયસર પૂરા થશે અને પ્રગતિનો માર્ગ મોકળો થશે. પ્રેમ સંબંધમાં તમારા સાથીને પણ પોતાનો અભિપ્રાય મૂકવાની પૂરતી તક આપશો તો સંબંધ વધુ ગાઢ થશે. પરિવારમાં સંતાન સંબંધિત ખુશીઓ આવી શકે છે.
મકર:
ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને રોકાણ ફાયદો કરાવશે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને પ્રોજેક્ટ સફળતા અપાવશે. પ્રેમ સંબંધમાં મન બેચેન રહી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત કષ્ટ થઈ શકે છે. પરિવાર સાથે હોવા છતાં એકલતા અનુભવશો.
કુંભ:
ગણેશજી કહે છે, પ્રેમ સંબંધમાં સમય અનુકૂળ અને રોમાન્ટિક રહેશે. આર્થિક મામલે રોકાણ કરતાં પહેલા સમજી-વિચારીને નિર્ણય કરવો. સ્વાસ્થ્યમાં સારો સુધારો દેખાઈ રહ્યો છે. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળવાની છે અને આ મામલે કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં મુશ્કેલીજનક સમય આવી શકે છે એટલે એ તરફ ધ્યાન આપવું.
મીન:
ગણેશજી કહે છે, આ અઠવાડિયે પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને મન પ્રફુલ્લિત રહેશે. યાત્રા દ્વારા સારી સફળતા મેળવી શકો છો અને સમય સાનુકૂળ થશે. આ અઠવાડિયે તંદુરસ્તી અને સ્ફૂર્તિ અનુભવશો. આર્થિક મામલે ધન વૃદ્ધિ ત્યારે જ થશે જ્યારે તમે એક બેકઅપ પ્લાન સાથે આગળ વધશો.
Trending Photos