કોરોનાના સંક્રમણથી ફેફસાંને બચાવવા હોય તો આજથી જ ચાલુ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
FOODS FOR LUNGS: ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આ 5 વસ્તુઓ છે વરદાન, તેનું નિયમિત સેવન કરશો તો તમે હંમેશા રોગોથી દૂર રહેશો.
Trending Photos
FOODS FOR LUNGS: ફરી એકવાર કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. દેશના અન્ય રાજ્યોની સાથો-સાથ ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના થાય ત્યારે મોટેભાગે સૌથી પહેલાં આપણાં ફેફસાં પર તેની અસર થાય છે. તેથી ફેફસાંને બચાવવા માટે શું કરવું તે ખાસ જાણી લેજો. આજના સમયમાં શરીર એટલી બધી બીમારીઓથી પીડાય છે કે આખી જીંદગી દવાઓમાં જ પસાર થઈ જાય છે. સ્વસ્થ ફેફસાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે સારું છે તો તમારું આખું શરીર સારું રહેશે. તે આપણા લોહીમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો તમે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો તમારે અમુક ખોરાક ખાવા જોઈએ.
પાણી-
ફેફસાં આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું કામ કરે છે. તમારે તેને હંમેશા યોગ્ય રાખવું જોઈએ. તેના માટે તમારે હેલ્ધી ખાવું જોઈએ. તમારે બને એટલું પાણી પીવું જોઈએ.
બ્રોકોલી-
તમારે બ્રોકોલીનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી ફેફસાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થાય છે. શિયાળાની ઋતુમાં તમે બ્રોકોલી બનાવી શકો છો.
ગાજર-
ઘણા લોકો શિયાળામાં ગાજર ખાવાનું પસંદ કરે છે. તમે તેનો રસ પણ પી શકો છો. તે તમારા ફેફસાને મજબૂત બનાવે છે. તેમાં વિટામિન A અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે.
દાડમ-
તમારે દરરોજ દાડમનું સેવન કરવું જોઈએ. તે તમારા શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે અને તમને ફિટ રાખે છે. આ ફેફસાંને સાફ કરવામાં ખૂબ જ મદદરૂપ છે.
લીલા વટાણા-
શિયાળામાં તમારે લીલા કઠોળ પુષ્કળ પ્રમાણમાં ખાવા જોઈએ. તેનાથી શરીર પર ચમક આવે છે અને શરીરમાં ઘણી બીમારીઓથી બચે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે