Shani Gochar: 2025માં આ રાશિના જાતકો ઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. શનિના રાશિ પરિવર્તનને જ્યોતિષમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 

Shani Gochar: 2025માં આ રાશિના જાતકો ઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા

Shani Sada Sati and Dhaiya: વર્ષ 2025માં ન્યાય અને કર્મફળદાતા આશરે અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. શનિદેવ બધા ગ્રહોમાં સૌથી ધીમી ચાલે ગોચર કરે છે, જેના કારણે જ્યોતિષીય પ્રભાવ દરેક જાતકો પર વધુ સમય સુધી રહે છે. શનિ આ સમયે કુંભ રાશિમાં બિરાજમાન છે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તન કરવાથી શનિની સાડાસાતી અને ઢૈય્યા શરૂ થઈ જશે. તો કોઈ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ખતમ થઈ જશે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર દરેક વ્યક્તિ પર જીવનમાં એકવાર તો શનિની સાડાસાતી અને ઢૈય્યા જરૂર લાગે છે.

શનિની સાડાસાતી ક્યારે લાગે છે?
જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે ત્રણ રાશિઓ પર શનિની સાડાસાતી અને બે રાશિઓ પર શનિની ઢૈય્યા લાગે છે. શનિ જે રાશિમાં પરિવર્તન કરે છે તેના પર અને તેનાથી એક રાશિ આગળ અને એક રાશિ પાછળ શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે. 

શનિની ઢૈય્યા ક્યારે લાગે છે?
શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. શનિના રાશિ પરિવર્તન સમયે શનિ જે રાશિથી ચોથા અને આઠમાં ભાવમાં હોય છે, ત્યારે તે રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થાય છે.

આવો જાણીએ 2025માં શનિના રાશિ પરિવર્તન કરવાથી કઈ રાશિ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા.

આ રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા
કુંભ રાશિઃ શનિના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો શરૂ થઈ જશે.
 
મીન રાશિઃ શનિના રાશિ પરિવર્તન કરવાથી મીન રાશિ પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થઈ જશે.

મેષ રાશિઃ શનિના રાશિ પરિવર્તન કરવાથી મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ જશે.

આ રાશિઓ પર રહેશે શનિની ઢૈય્યા
સિંહ રાશિઃ શનિના રાશિ પરિવર્તન કરવાથી સિંહ રાશિના જાતકો પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે.

ધન રાશિઃ શનિના રાશિ પરિવર્તન કરવાથી ધન રાશિના જાતકો પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news