Gemstone: રાતોરાત અમીર બનાવે તેવો પાવરફુલ છે આ રત્ન, યોગ્ય વિધિથી ધારણ કરે તેને 24 કલાકમાં મળે છે ફળ
Gemstone: રત્ન શાસ્ત્ર અનુસાર આ એકમાત્ર રત્ન એવો છે જો તેને યોગ્ય વિધિ સાથે ધારણ કરવામાં આવે તો તે 24 કલાકની અંદર જ અસર દેખાડવા લાગે છે. જો આ રત્ન કોઈ વ્યક્તિને ફળી જાય તો તે રાતોરાત તેનું ભાગ્ય બદલી શકે છે. પરંતુ જો તે વ્યક્તિને સુટ ન થાય તો તેની બરબાદી પણ નક્કી હોય છે.
Trending Photos
Gemstone: દરેક વ્યક્તિની કુંડળીમાં કેટલાક ગ્રહની સ્થિતિ શુભ હોય છે તો કેટલાક ગ્રહ અશુભ સ્થિતિમાં હોય છે. ખાસ કરીને જ્યારે શનિ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિવાય જો શનિ ગ્રહ નબળો હોય તો પણ વ્યક્તિને સમસ્યા સહન કરવી પડે છે. રત્ન શાસ્ત્રમાં એવા રત્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આ સમસ્યાનું નિવારણ કરી શકે છે. એટલે કે જો યોગ્ય રત્નને યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તો વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તેનું સૌભાગ્ય પણ વધે છે.
કુંડળીમાં જો શનિ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે અને શનિના શુભ પ્રભાવ મેળવવા માટે નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. રત્ન શાસ્ત્ર અનુસાર નિલમ એકમાત્ર રત્ન એવો છે જો તેને યોગ્ય વિધિ સાથે ધારણ કરવામાં આવે તો તે 24 કલાકની અંદર જ અસર દેખાડવા લાગે છે. જો નીલમ કોઈ વ્યક્તિને ફળી જાય તો તે રાતોરાત તેનું ભાગ્ય બદલી શકે છે. પરંતુ જો નીલમ કોઈ વ્યક્તિને સુટ ન થાય તો તેની બરબાદી પણ નક્કી હોય છે. તેથી નીલમ ધારણ કરતા પહેલા આ નિયમોને જાણવા જરૂરી છે.
બે રાશિ માટે લાભકારી છે નીલમ
રત્ન શાસ્ત્ર અનુસાર મકર અને કુંભ રાશિના લોકો માટે નીલમ લાભકારી રત્ન છે. આ બે રાશિ પર શનિનું આધિપત્ય હોય છે. જો આ બે રાશિના વ્યક્તિની કુંડળીમાં શનિ નબળી સ્થિતિમાં હોય તો નીલમ રત્ન ધારણ કરીને તેની શક્તિઓને વધારી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચોથા, પાંચમા, દસમા કે અગિયારમાં ભાવમાં શનિ હોય તો નીલમ પહેરવાથી લાભ થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર નીલમ સાથે મૂંગા, માણેક કે મોતી પહેરવાથી ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. નીલમ રત્ન ધારણ કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે અને સાથે જ અનિદ્રાની ફરિયાદ પણ દૂર થાય છે. નીલમ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે અને તેના અટકેલા કામ પુરા થવા લાગે છે.
નીલમ ધારણ કરવાની વિધિ
નીલમ રત્ન ઓછામાં ઓછી 7 થી સવા 8 રતીનો હોવો જોઈએ. શુભ ફળ માટે નીલમને પાંચ ધાતુની વીંટીમાં જડાવીને આંગળીમાં પહેરવો જોઈએ. આ રત્નને ડાબા હાથની આંગળીમાં ધારણ કરવો જોઈએ. આ રત્નને ધારણ કરવાનો ઉત્તમ સમય શનિવારે મધ્યરાત્રીનો છે.
નીલમની વીંટી ધારણ કરતા પહેલા તેને ગંગાજળ અને ગાયના કાચા દૂધથી શુદ્ધ કરી લેવી. ત્યાર પછી વીંટીને ધારણ કરવી. વીંટીને ધારણ કર્યા પછી શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે કાળા કપડા, સરસવનું તેલ, લોઢાની વસ્તુ, કાળા તલ, આખા અડદ તેમજ ધાબડા જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે