Health Care: થાઈરોઈડની સમસ્યાને આ રીતે કરો જડમૂળથી દૂર, આ વસ્તુને આહારમાં કરો સામેલ

THYROID PROBLEM: આજકાલ થાઈરોઈડની સમસ્યા એવી બની ગઈ છે કે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત છે. ગ્રંથિમાં બગડતા હોર્મોનલ સંતુલનને કારણે થાઇરોઈડની  સમસ્યા થાય છે. આના માટે મોટાભાગે જીવનશૈલી જવાબદાર છે. અસંતુલિત આહાર, કામના અનિયમિત કલાકો અને તણાવ એ એવા પરિબળો છે જે કોઈપણ માટે થાઈરોઈડની સમસ્યાનું કારણ બની શકે છે.

Health Care: થાઈરોઈડની સમસ્યાને આ રીતે કરો જડમૂળથી દૂર, આ વસ્તુને આહારમાં કરો સામેલ

નવી દિલ્લીઃ આજકાલ થાઈરોઈડની સમસ્યા એવી બની ગઈ છે કે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત છે. ગ્રંથિમાં બગડતા હોર્મોનલ સંતુલનને કારણે થાઇરોઈડની  સમસ્યા થાય છે. આના માટે મોટાભાગે જીવનશૈલી જવાબદાર છે. અસંતુલિત આહાર, કામના અનિયમિત કલાકો અને તણાવ એ એવા પરિબળો છે જે કોઈપણ માટે થાઈરોઈડની સમસ્યાનું કારણ બની શકે છે. તેથી, નિયમિત કસરતની સાથે, કેટલાક આહાર છે, જે થાઇરોઈડ સંતુલન સ્થાપિત કરી શકે છે. ચાલો જાણીએ એવા ખોરાક વિશે જે થાઈરોઈડને કંટ્રોલ કરે છે.

થાઇરોઇડ શું છે?
તમારી થાઇરોઈડ ગ્રંથિ ઘણા હોર્મોન્સ બનાવે છે, જે તમારા સમગ્ર શરીરમાં ઘણી જુદી જુદી સિસ્ટમોમાં ભૂમિકા ભજવે છે. આ હોર્મોન્સની સીધી અસર શ્વાસ, હૃદયના ધબકારા, પાચન તંત્ર અને શરીરના તાપમાન પર થાય છે. આ સાથે તે હાડકાં, સ્નાયુઓ અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. જ્યારે આ હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, વજન વધવા લાગે છે અથવા ઘટવા લાગે છે, તેને થાઈરોઈડની સમસ્યા કહેવાય છે. થાઇરોઇડના બે પ્રકાર છે - હાઈપરથાઇરોડિઝમ અને હાઈપોથાઇરોડિઝમ.

થાઇરોઈડના લક્ષણો-
1) વજનમાં વધારો અથવા ઘટાડો

2) ગળામાં સોજો આવવો

3) હૃદયની હિલચાલમાં ફેરફાર

4) મૂડ ખરાબ થવો

5) વાળ ખરવા

આ સુપર ફૂડ્સ થાઇરોઈડ હોર્મોન્સને નિયંત્રણમાં રાખશે-

1- આમળા
આમળા થાઈરોઈડને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદગાર છે. આમળામાં નારંગી કરતાં 8 ગણું વધુ વિટામિન C અને દાડમ કરતાં 17 ગણું વધુ વિટામિન C હોય છે.

2- મગની દાળ
મગની દાળમાં સારી માત્રામાં પ્રોટીન, વિટામીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સ હોય છે. મગની દાળ શરીરમાં આયોડીનની ઉણપને દૂર કરીને પાચનમાં પણ મદદ કરે છે. આ સિવાય તે થાક અને વજન બંનેને ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. ધ્યાનમાં રાખો, ઉચ્ચ પ્રોટીન ખોરાક થાઇરોઈડ હોર્મોન્સ માટે ફાયદાકારક છે.

3- નાળિયેર
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ કોઈ સુપર ફૂડથી ઓછું નથી. નાળિયેરમાં હાજર મિડિયમ ચેઈન ફેટી એસિડ્સ (MCFAs) અને મિડિયમ ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ (MTCs) પાચનમાં સુધારો કરે છે.

4- આદુ
થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે આદુની આયુર્વેદિક સારવાર અપનાવી શકાય છે. આદુ ઝીંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનિજોથી સમૃદ્ધ છે. આ સિવાય આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે થાઈરોઈડને ઠીક કરવામાં મદદ કરે છે. તમે ચા સાથે આદુનો પણ ઉપયોગ કરી શકો છો.

5- ડ્રાયફ્રુટ
થાઇરોઈડ હોર્મોન્સના ચયાપચય માટે શરીરને સેલેનિયમની જરૂર છે. સુકા મેવાઓમાં સેલેનિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે થાઈરોઈડ ગ્રંથિને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. ધ્યાન રાખો, દિવસમાં માત્ર 2 થી 3 અખરોટનું સેવન કરો. આ એટલા માટે છે કારણ કે તેમાં ઘણી બધી ચરબી હોય છે, જે થાઇરોઈડની સમસ્યાને વધારી શકે છે.

6- કોળાં ના બીજ
કોળાના બીજમાં ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની મદદથી તે શરીરમાં હાજર અન્ય વિટામિન્સ અને મિનરલ્સને શોષવામાં મદદ કરે છે. આ સિવાય ઝિંક શરીરમાં થાઈરોઈડ હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news