Food Combination: આ વસ્તુઓ એકસાથે ખાવાથી શરીરને થાય છે જોરદાર ફાયદા, અનેક બીમારીઓથી મળશે મુક્તિ

Food Combination:આ ફૂડ કોમ્બિનેશન સ્વાદની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શાનદાર છે. આ બંને વસ્તુ એક સાથે ખાવાથી જેટલી ટેસ્ટી લાગે છે તેટલી જ ફાયદાકારક પણ છે. તેને ખાવાથી શરીરને આયરન, વિટામીન અને ફાઇબર મળે છે. તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને બીમારીઓ પણ દૂર થાય છે.

Food Combination: આ વસ્તુઓ એકસાથે ખાવાથી શરીરને થાય છે જોરદાર ફાયદા, અનેક બીમારીઓથી મળશે મુક્તિ

Food Combination: દરેક ફૂડની પોતાની ન્યુટ્રીશનલ વેલ્યુ હોય છે. જેને ખાવાથી શરીરને ફાયદો થાય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને અન્ય વસ્તુ સાથે ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. આજે તમને આવા જ ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીએ જેને એક સાથે લેવાથી શરીરને ચોંકાવનારા લાભ થાય છે. જ્યારે તમે એક સાથે બે વસ્તુઓનું સેવન કરતા હોય ત્યારે સૌથી વધારે ધ્યાનમાં એ લેવાનું હોય છે કે તેનાથી શરીરને કયા પોષક તત્વો મળે છે અથવા તો શરીરને કેવો ફાયદો થાય છે. તો ચાલો આજે તમને એવા બેસ્ટ ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીએ જેને સાથે લેવાથી શરીરને ફાયદા જ ફાયદા થાય છે. 

કાળા મરી અને હળદર

ભારતીય મસાલાઓમાં ઔષધીય ગુણ હોય છે. કેટલાક મસાલા આયુર્વેદિક દવાની જેમ કામ કરે છે. આવી જ બે વસ્તુઓ છે કાળા મરી અને હળદર. જો તમે કાળા મરી અને હળદરને એક સાથે ખાવ છો તો તેનાથી શરીરને એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ મળે છે. તેનાથી ગંભીર રોગથી શરીરનું રક્ષણ થાય છે.

ઓટ્સ અને બેરીઝ

ઓટ્સ અને બેરીઝનું કોમ્બિનેશન પણ સ્વાદની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શાનદાર છે. આ બંને વસ્તુ એક સાથે ખાવાથી જેટલી ટેસ્ટી લાગે છે તેટલી જ ફાયદાકારક પણ છે. ઓટ્સ સાથે બેરીઝ ખાવાથી શરીરને આયરન, વિટામીન અને ફાઇબર મળે છે. તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને બીમારીઓ પણ દૂર થાય છે.

ટમેટા અને ઓલિવ ઓઇલ

ટમેટા દરેક ઘરમાં રોજ વપરાય છે. ટમેટાનો ઉપયોગ દાળ અને શાકમાં તો કરવામાં આવે છે પરંતુ તેનો બેસ્ટ ઉપયોગ છે ઓલિવ ઓઇલ સાથે તેનું સેવન કરવું. જો તમે સલાડમાં ટમેટા અને ઓલિવ ઓઈલનું સેવન કરો છો તો તેનાથી ટમેટાની ન્યુટ્રિશિયન વેલ્યુ વધી જાય છે. સાથે જ તે ગંભીર રોગોથી શરીરનું રક્ષણ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news