27થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ગુજરાતમાં થશે માવઠાની અસર, વરસાદી છાંટા પડવાની સંભાવના
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધવાનો છે. આ સાથે કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાન અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.
પોતાની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 21થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે.
દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે. સ્કાયમેટની આગાહી પર પણ એક નજર કરી લઈએ. તેના વરતારા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, ૨૨ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, રાજ્યમાં બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. બે દિવસ બાદ 2-3 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આજે અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી અને ગાંધીનગર 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ પૂર્વના પવનો ફુંકાવાથી તાપમાનમાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે, જેથી હાલ ઠંડી ઘટી છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની છે.
પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું કે કારતક મહિનાની શરૂઆતથી લઈને 18 જાન્યુઆરી સુધી કશ તાકરાનું પ્રમાણ નબળું રહ્યું છે. તેમણે કહ્યું કે આ સારા સંકેતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી કશ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. તેમણે ચોમાસા અંગે કહ્યું કે બે વખત કશ કાતરા થયા હતા. તેમ છતાં ચોમાસુ નબળું થવાનું નથી કારણ કે ચોમાસા માટે અન્ય પરિબળો પણ જોવાના હોય છે.
Trending Photos