Curd Side Effects: ભૂલેચૂકે દહીં સાથે આ 5 ચીજો ન ખાતા, જાણો શું ઉપાધિ આવી શકે છે તમારા પર

Curd Side Effects: અનેકવાર દહીં સાથે એવી કેટલીક ચીજોનો સેવન કરી લેવાય તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આયુર્વેદમાં દહીંના સેવનના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવાથી ફાયદો થઈ શકે છે. ખાસ જાણો દહીં સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. 

Curd Side Effects: ભૂલેચૂકે દહીં સાથે આ 5 ચીજો ન ખાતા, જાણો શું ઉપાધિ આવી શકે છે તમારા પર

Curd Side Effects: ગરમી શરૂ થતા જ દહીંની ડિમાન્ડ વધી જાય છે. સવારથી લઈને બપોર સુધીના ભોજનમાં લોકો વિવિધ પ્રકારે દહીંનું સેવન કરે છે. તે બોડીને ઠંડુ રાખવાની સાથે સાથે પાચનતંત્રને પણ સારું રાખે છે. તેમાં કેલ્શિયમથી લઈને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે હાડકાને મજબૂત કરવાની સાથે સાથે ત્વચાને પણ હાઈડ્રેટ રાખે છે. પરંતુ અનેકવાર દહીં સાથે એવી કેટલીક ચીજોનો સેવન કરી લેવાય તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આયુર્વેદમાં દહીંના સેવનના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવાથી ફાયદો થઈ શકે છે. ખાસ જાણો દહીં સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. 

આ ચીજોનું સેવન દહીં સાથે ન કરવું

દહીં અને ફળ
દહીં અને છાશ સાથે ભૂલેચૂકે ફળોનું સેવન ન કરવું જોઈએ. તેની અસર પાચન તંત્ર પર પડે છે. તે આંતરડાઓને પ્રભાવિત કરે છે. આ સાથે જ ગેસ, કબજિયાત, એસિડિટી, અને એલર્જી જેવી સમસ્યાઓ પેદા થાય છે. 

દહીં અને માછલી
ક્યારેય દહીં સાથે માછલીનું સેવન ન કરવું જોઈએ. તેના કારણ એ છે કે બંનેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. તેનું કોમ્બિનેશન શરીર પર ખરાબ અસર પાડે છે. પ્રોટીનના વધુ પ્રમાણથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. 

દહીં અને ઓઈલી વસ્તુઓ
દહીં સાથે છોલે ભટુરે, પરાઠા, પૂરી જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પાચનક્રિયા ધીમી પડે છે. આ સાથે જ દીવસભર આળસ મહેસૂસ થાય છે. તે સ્કિન પર દાણા અને એલર્જી જેવી સમસ્યા પણ ઊભી કરી શકે છે. 

દહીં અને કેરી
કેરીની તાસીર ગરમ અને દહીંની ઠંડી હોય છે. આવામાં બંને એક સાથે ખાવાથી પાચન પ્રક્રિયામાં ગડબડ થઈ શકે છે. તેમાં અનેક પ્રકારની સમસ્યા પેદા થઈ જાય છે. શરીરમાં અનેક પ્રકારના ઝેરી તત્વો બનવા લાગે છે. આ સાથે જ સ્કીનની સમસ્યા પણ વધે છે. તેમાં ચહેરા પર દાગ ધબ્બાનું વધવું સામેલ છે. 

દહીં અને ડુંગળી
દહીં અને ડુંગળી એક સાથે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેના કારણ છે બંને એકબીજાથી ઉલ્ટા છે. જ્યાં દહીં ઠંડુ હોય છે ત્યાં ડુંગળીની તાસીર ગરમ હોય છે. તે સ્કીનમાં એલર્જી, દાણા, એક્ઝિમા, અને સોરાયસિસની સમસ્યા પેદા કરી શકે છે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news