ઉનાળામાં વધી જતી ઓઇલી સ્કિનની સમસ્યાને મુલતાની માટીના આ ફેસપેક કરશે દૂર

Face Pack For Oily Skin: ગરમી શરૂ થતા જ ઓઇલી સ્કિનની તકલીફ પણ શરૂ થઈ જાય છે. ઓઇલી સ્કિન ના કારણે ખીલ અને અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે. તેવામાં જો તમે ઓઇલી સ્કિનથી પરેશાન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરતા ફેસપેક વિશે જણાવીએ.

ઉનાળામાં વધી જતી ઓઇલી સ્કિનની સમસ્યાને મુલતાની માટીના આ ફેસપેક કરશે દૂર

Face Pack For Oily Skin: ઉનાળાની ઋતુમાં માત્ર ગરમી અને તડકો જ પરેશાની ઉભી કરે છે તેવું નથી. પરંતુ આ સમયે સ્કીનનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે ગરમી શરૂ થતા જ ઓઇલી સ્કિનની તકલીફ પણ શરૂ થઈ જાય છે. ઓઇલી સ્કિન ના કારણે ખીલ અને અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે. તેવામાં જો તમે ઓઇલી સ્કિનથી પરેશાન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરતા ફેસપેક વિશે જણાવીએ. મુલતાની માટીનો ઉપયોગ કરીને બનતા આ ફેસપેક ઓઇલી સ્કિનની સમસ્યાને દૂર કરશે અને ત્વચાનો ગ્લો પણ વધારશે.

મુલતાની માટી અને ટામેટાનો રસ

ટામેટામાં ઘણા એવા ગુણ હોય છે જે સ્કીન માટે ફાયદાકારક છે. મુલતાની માટીમાં ટામેટાનો રસ ઉમેરીને તેનું ફેસપેક ચહેરા પર લગાડવાથી ગ્લો વધે છે. તેના માટે દોઢ ચમચી મુલતાની માટીમાં બે ટામેટાનો રસ ઉમેરવો. તેને 20 મિનિટ માટે ચહેરા પર લગાડી ચહેરો સાફ કરી લેવો.

આ પણ વાંચો :

મુલતાની માટી અને એલોવેરા

ઉનાળામાં એલોવેરા પણ ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે એક બાઉલમાં એક ચમચી મુલતાની માટીમાં એક ચમચી એલોવેરા નું જેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરો. હવે આ ફેસપેકને 20 મિનિટ માટે ચહેરા પર લગાડો. જ્યારે તે સુકાઈ જાય તો તેને સાફ કરી લો.

મુલતાની માટી અને મધ

મધમા પણ ઘણા બધા ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. એક બાઉલમાં દોઢ ચમચી મુલતાની માટી લઈ અડધી ચમચી મધ ઉમેરી અને જરૂર અનુસાર ગુલાબજળ ઉમેરો. હવે તેને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાડો.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news