Onion with Curd: આયુર્વેદ દહીં અને ડુંગળી એકસાથે ખાવાની કરે છે મનાઈ, ખાવાથી થાય છે આ 3 સમસ્યા
Onion with Curd: કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને એકસાથે ખાવાથી શરીરને નુકસાન કરે છે. દહીં અને ડુંગળી અલગ અલગ ખાવામાં આવે તો તે શરીરને ફાયદો કરતી વસ્તુ છે પરંતુ દહીં અને ડુંગળી એકસાથે ખાવાથી શરીરને નુકસાન કરે છે.
Trending Photos
Onion with Curd: ભોજનની સાથે રોજ લોકો કેટલીક અલગ અલગ વસ્તુઓ પણ ખાતા હોય છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે રોજના આહારનું અભિન્ન અંગ હોય. જેમકે દહીં અને ડુંગળી. જમવાની સાથે ઘણા લોકોને દહીં અને કાચી ડુંગળી ખાવાની આદત હોય છે. આ સિવાય અલગ અલગ વસ્તુઓ જેમકે દહીંવડા, ચાટ, રાયતું વગેરેમાં પણ દહીં અને ડુંગળીને એક સાથે ખાવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે દહીં સાથે કાચી ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે..
આયુર્વેદમાં પણ દહીં અને ડુંગળીને એક સાથે ખાવાની મનાઈ કરવામાં આવી છે. આવું એટલા માટે કે બંને વસ્તુની તાસીર અલગ અલગ છે. ડુંગળી અને દહીં અલગ અલગ ખાવામાં આવે તો તે શરીરને ફાયદો કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિ તેને એક સાથે ખાય છે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે.
દહીં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન બી12 નો સારો સોર્સ છે. રોજ 1 કપ દહીં ખાવાથી ફાયદો થાય છે. ડુંગળી પણ શરીર માટે ફાયદાકારક છે. પરંતુ ડુંગળી અને દહીંને એક સાથે ખાવું હાનિકારક છે. બંને એકસાથે ખાવામાં આવે તો શરીર પર ખરાબ પ્રભાવ પાડે છે. તેથી જે ફૂડ આઈટમમાં દહીં ઉમેરવામાં આવ્યું હોય તેમાં કાચી ડુંગળી ઉમેરીને ખાવી નહીં. જો ખાવામાં આવે તો આ ત્રણ સમસ્યા થઈ શકે છે.
દહીં અને ડુંગળી સાથે ખાવાથી થતા નુકસાન
ગેસ્ટ્રીક પ્રોબ્લેમ
દહીં સાથે ડુંગળી ખાવાથી ગેસ, અપચો, એસિડિટી અને અન્ય પેટના રોગ થઈ શકે છે. ડુંગળીની અંદર એવું એસિડિક તત્વો હોય છે જે પેટમાં ગેસ બનાવે છે. દહીં સાથે મિક્સ કરવાથી પેટમાં બળતરા અને પેટ ફુલવા જેવી સમસ્યા થઈ શકે છે.
બોડી ટેમ્પરેચર
દહીં અને ડુંગળીને સાથે ખાવાથી શરીરનું તાપમાન બગડી શકે છે. ડુંગળી અને દહીંની પ્રકૃતિ અલગ અલગ હોય છે. દહીં ઠંડું હોય છે અને ડુંગળી ગરમ તાસીરની. બંને વસ્તુ એક સાથે પેટમાં જાય તો શરીરનું ટેમ્પરેચર ખરાબ થઈ શકે છે. તેને એક સાથે ખાવાથી સ્કીન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.
પાચનની સમસ્યા
દહીં દૂધમાંથી બને છે. દહીંમાં જે ગુડ બેક્ટેરિયા હોય છે તે ડુંગળી સાથે મળીને રોગાણું બની જાય છે. ડુંગળીમાં સલ્ફર અને ફાઇબર વધારે હોય છે જે ફર્મેન્ટેશનની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. આ બંને વસ્તુને સાથે ખાવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે.
જો ડુંગળીને દહીં સાથે ખાવી હોય તો ડુંગળીને કાચી ખાવાને બદલે તેને સારી રીતે પકાવીને દહીંમાં ઉમેરવી જોઈએ. ડુંગળીને પકાવી લેવાથી તેમાં ફોસ્ફરસ ઘટી જાય છે ત્યાર પછી ડુંગળીને દહીં સાથે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય અને નુકસાન થતું નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે