Weight Loss: પેટની ચરબી ઘટાડવામાં ગરમ પાણી કરતાં વધારે અસર કરશે આ 3 ડ્રિંક્સ, ઝડપથી ઉતરશે વજન

Weight Loss: પેટની વધેલી ચરબીને દુર કરવા માટે સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાનું શરૂ કરે છે. પરંતુ તેનાથી દરેક વ્યક્તિને ફરક પડતો નથી. ત્યારે આજે તમને એવા ત્રણ 3 ડ્રિન્ક વિશે જણાવીએ જે ગરમ પાણી કરતા પણ વધારે અસરકારક છે અને ઝડપથી પેટની ચરબી ઓગાળે છે. 

Weight Loss: પેટની ચરબી ઘટાડવામાં ગરમ પાણી કરતાં વધારે અસર કરશે આ 3 ડ્રિંક્સ, ઝડપથી ઉતરશે વજન

Weight Loss: વજન ઓછું કરવામાં સૌથી મુશ્કેલ હોય છે વધેલા પેટને અંદર કરવું. આ કામ મુશ્કેલ એટલા માટે પણ લાગે છે કે પેટની ચરબીને દૂર કરવાનો યોગ્ય ઉપાય કયો છે તેની લોકોને ખબર નથી હોતી. તેના કારણે ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ ઘણા લોકોની પેટની ચરબીની સમસ્યા દૂર થતી નથી. એવા ઘણા લોકો હોય છે જેમના વજનમાં તો ઘટાડો થાય છે પરંતુ પેટની ચરબી બહાર લબડતી રહી જાય છે. ઘણા લોકો આ સમસ્યાના દૂર કરવા માટે સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાનું શરૂ કરે છે. પરંતુ તેનાથી દરેક વ્યક્તિને ફરક પડતો નથી. ત્યારે આજે તમને એવા ત્રણ 3 ડ્રિન્ક વિશે જણાવીએ જે ગરમ પાણી કરતા પણ વધારે અસરકારક છે અને ઝડપથી પેટની ચરબી ઓગાળે છે. 

પેટની ચરબી ઝડપથી ઓગાળવાના ઉપાય

અજમાનું પાણી

વજન ઘટાડવાથી લઈને પેટની ચરબી દૂર કરવા માટે અજમાનું પાણી રામબાણ છે. આયુર્વેદ અનુસાર અજમાના પાણીથી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે. અજમાનું પાણી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ ધરાવે છે. રોજ ખાલી પેટ અજમાનું પાણી પીવાથી પેટની ચરબી તો ઝડપથી ઓગળે જ છે પરંતુ સાથે એસીડીટીની સમસ્યાથી પણ રાહત મળે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા ઉમેરી રાત્રે તેને ઢાંકીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ આ પાણીને હૂંફાળું ગરમ કરી અને ગાળી ને પી લો. 

અજમા અને લીંબુનું પાણી

લીંબુનું સેવન કરવાથી શરીરની વિટામિન સીની જરૂરિયાત પૂરી થાય છે. તેના માટે અજમાના પાણીને ઉકાળી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પણ વજન ઝડપથી ઉતરે છે. 

અજમા અને જીરાનું પાણી

વજન ઓછું કરવા માટે અજમા અને જીરાનું પાણી પણ ફાયદાકારક છે. રોજ સવારે તેનો સેવન કરવાથી ઝડપથી પેટની ચરબી ઉતરે છે. તેના માટે અડધી ચમચી જીરૂ અને અડધી ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં ઉમેરી બરાબર ઉકાળો. આ પાણી ઉકળી જાય પછી ગાડીને હુંફાળું હોય ત્યારે જ તેને પી જવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news