પિતાના નામ પર કલંક... છ વર્ષ સુધી ઉદ્યોગપતિ બાપે દીકરીને બનાવી હવસનો શિકાર, આખરે દીકરીએ માતાને જણાવી સમગ્ર હકીકત

વલસાડ જિલ્લાના વાપીથી સમાજમાટે લાંછનરૂપ સમાચાર સામે આવ્યા છે. અહીં એક પિતાએ પોતાની હસવ સંતોષવા માટે સગી દીકરીને પોતાનો શિકાર બનાવી હતી. સતત છ વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ કરનાર પિતા હવે જેલમાં પહોંચી ગયો છે. 

પિતાના નામ પર કલંક... છ વર્ષ સુધી ઉદ્યોગપતિ બાપે દીકરીને બનાવી હવસનો શિકાર, આખરે દીકરીએ માતાને જણાવી સમગ્ર હકીકત

વલસાડઃ સમાજમાં બળાત્કારની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. પરંતુ સમાજમાં ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળીને આપણું માથુ પણ શરમથી નીચું ઝુકી જતું હોય છે. આવી એક ઘટના વાપીમાં સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની સગી દીકરી પર બળાત્કાર કર્યો છે. આ નરાધમ પિતાએ સતત છ વર્ષ સુધી પોતાની દીકરીને હસવનો શિકાર બનાવી હતી. આખરે એક દિવસ આ દીકરીએ તેની માતાને સમગ્ર વાત કહી હતી. માતાની ફરિયાદ બાદ આ બળાત્કારી પિતાની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. 

વાપીમાંથી સામે આવેલી ઘટના સમાજ પર લાંછન લગાવી રહી છે. અહીં ઉદ્યોગપતિ પિતાએ પોતાની દીકરીને સતત છ વર્ષ સુધી પોતાની હવન સંતોષવાનું સાધન બનાવી હતી. આ પિતાએ પોતાની સગીર દીકરીને પોતાનો શિકાર બનાવી હતી. જ્યારે દીકરી સગીર ઉંમરમાંથી બહાર આવી ત્યારે તેનાથી આ સહન થયું નહીં. ત્યારબાદ તેણે પોતાની સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. દીકરીની વાત સાંભળી તેની માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી. માતાએ દીકરી પર દુષ્કર્મ કરનાર પિતા પર ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ બળાત્કારી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

આ ઘટનાની વિગત અનુસાર વાપીમાં રહેતા અને સંઘ પ્રદેશમાં ફેક્ટરી ચલાવતા એક ઉદ્યોગપતિએ પોતાની 13 વર્ષની દીકરી પર પ્રથમવાર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ પિતા પોતાની વાસના સંતોષવા માટે સતત દીકરીનો ઉપયોગ કરતો રહ્યો હતો. સતત છ વર્ષ સુધી પિતાએ પોતાની દીકરી પર બળાત્કાર કર્યો હતો. આખરે દીકરીએ હિંમત કરીને સમગ્ર ઘટના વિશે તેની માતાને જાણ કરી હતી. ત્યારબાદ માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે પિતાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. 

સામે આવેલી માહિતી પ્રમાણે આ હસવખોર પિતાએ 2016માં પ્રથમવાર તેની 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેણે દીકરીને પોતાની હસન સંતોષવાનું સાધન ગણી લીધું હતું. પિતાના સંબંધ પર લાંછન લગાવનાર આ ઉદ્યોગપતિએ છ વર્ષ સુધી પોતાની દીકરીનો હેચ ચૂંથ્યો હતો. પિતાએ પોતાની દીકરીને ધમકી આપી આ વાત કોઈને ન જણાવવાનું પણ કહ્યું હતું. 

વર્ષો સુધી પિતાના હાથે બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ આખરે તેની માતાને સમગ્ર હકીકત વર્ણવતા પિતાની કરતૂતોનો ભાંડો ભૂટ્યો હતો. આ સાંભળીને તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હવે વાપી પોલીસે આ દીકરીનું મેડિકલ કરાવ્યું છે અને તપાસ હાથ ધરી છે. દીકરી પર બળાત્કાર કરનાર પિતા પણ પોલીસના કબજામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news