પતંગ બજારનો રાહુકાળ, આસામની લાકડીઓને કારણે પતંગના ભાવ ઊંચકાયા

ઉત્તરાયણ (Uttarayan) ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે પતંગ રસિયાઓએને પતંગની વધુ કિંમત ચૂકવવી પડશે. આ વખતે કાચા માલની શોર્ટેજ તેમજ લેબર ચાર્જમાં વધારો નોંધાયો છે. જેના કારણે 100 નંગ પતંગની કિંમતમાં 150 થી રૂપિયા 200 નો વધારો થયો છે. આ વર્ષે સુરતના પતંગ બજારમાં પતંગનો ભાવ 35 ટકાથી પણ વધારે નોંધાયો છે. સામાન્ય રીતે પાંચ મહિના પહેલાંથી બજારોમાં પતંગ (kite price) અને દોરીની ડિમાન્ડ ફૂલ થઈ જાઈ છે. જો કે કોરોનાને કારણે તેમાં છેલ્લા બે વર્ષથી રાહુકાળ ચાલી રહ્યો છે. આ વર્ષે પણ તહેવાર ફિક્કો જવાની શક્યતા છે. પતંગના ભાવમાં વધારાનું કારણ તેની કમાન અને લાકડી છે. કમાન અને લાકડી આસામથી આવે છે. આ વર્ષે વરસાદને કારણે વાંસ ભીના રહ્યાં હતાં. જેથી માલની શોર્ટેજ રહી હતી.
પતંગ બજારનો રાહુકાળ, આસામની લાકડીઓને કારણે પતંગના ભાવ ઊંચકાયા

તેજશ મોદી/સુરત :ઉત્તરાયણ (Uttarayan) ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે પતંગ રસિયાઓએને પતંગની વધુ કિંમત ચૂકવવી પડશે. આ વખતે કાચા માલની શોર્ટેજ તેમજ લેબર ચાર્જમાં વધારો નોંધાયો છે. જેના કારણે 100 નંગ પતંગની કિંમતમાં 150 થી રૂપિયા 200 નો વધારો થયો છે. આ વર્ષે સુરતના પતંગ બજારમાં પતંગનો ભાવ 35 ટકાથી પણ વધારે નોંધાયો છે. સામાન્ય રીતે પાંચ મહિના પહેલાંથી બજારોમાં પતંગ (kite price) અને દોરીની ડિમાન્ડ ફૂલ થઈ જાઈ છે. જો કે કોરોનાને કારણે તેમાં છેલ્લા બે વર્ષથી રાહુકાળ ચાલી રહ્યો છે. આ વર્ષે પણ તહેવાર ફિક્કો જવાની શક્યતા છે. પતંગના ભાવમાં વધારાનું કારણ તેની કમાન અને લાકડી છે. કમાન અને લાકડી આસામથી આવે છે. આ વર્ષે વરસાદને કારણે વાંસ ભીના રહ્યાં હતાં. જેથી માલની શોર્ટેજ રહી હતી.

ઉત્તરાયણ આ વર્ષે પણ ફિક્કી
ઉત્તરાયણ ગુજરાતનો સૌથી વધુ પ્રચલિત અને પ્રિય તહેવાર છે. સુરત અને અમદાવાદ આ તહેવારોનું મુખ્ય હબ છે. ત્યારે મકરસંક્રાંતિની વાત કરીએ તો સામાન્ય રીતે પાંચ મહિના પહેલાંથી બજારોમાં પતંગ અને દોરીની ડિમાન્ડ ફૂલ થઈ જાઈ છે. જો કે કોરોનાને કારણે તેમાં છેલ્લા બે વર્ષથી રાહુકાળ ચાલી રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તહેવાર ફિક્કો જવાની શક્યતા વર્તાઈ રહી છે. કાચા માલની મર્યાદિત આવક સાથે મજૂરીના ચાર્જ પણ બે ગણો નોંધાયો છે. જેથી પતંગના ભાવમાં નોંધાયેલા 25 થી 35 ટકા જેટલા વધારાને કારણે માલ વેચાશે કે નહીં તે અંગે વેપારીઓમાં ચિંતા છે. 

પતંગના ભાવ વધ્યા, કારણ કમોસમી વરસાદ
ડબગરવાડના વેપારી નિશાંતભાઈએ કહ્યું કે, પતંગના ભાવમાં વધારાનું કારણ તેની કમાન અને લાકડી છે કે જેને માટે આસામથી વાંસ આવે છે. બાદમાં કોલકત્તામાં સાઈઝ પ્રમાણે કટિંગ થાય છે. ત્યાંથી આ વર્ષે વરસાદને કારણે વાંસ ભીના રહ્યાં હતાં. જેથી માલની શોર્ટેજ જ હતી અને કાગળ માટે જે ઝાડના લાકડાની જરૂર પડે છે તે સરકારના રિસ્ટ્રીકશનને કારણે મોંઘું થયું છે. જેથી પ્રોસેસિંગ કરીને કાગળ પણ ફ્રેશ બની રહ્યાં નથી. જેથી કલરના કાગળની શોર્ટેજ છે. લેબર ચાર્જ પણ બમણા થઈ ગયા છે

ઊંધિયુ પણ મોંઘુ રહેશે
આ વર્ષે ઉત્તરાયણમાં ગરમાગરમ ઊંધિયું ખાવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. શિયાળો છતાં શાકભાજીના ભાવ ના ઘટતા ઉત્તરાયણમાં ઊંધિયું મોંઘુ મળે તેવી શક્યતા છે. પાછલા વર્ષે ઊંધિયું 250 થી 300 રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું. પરંતુ આ વર્ષે ભાવ 300 થી 400 રૂપિયા થવાની શક્યતા છે. શિયાળો શરુ થયાના 3 મહિના થયા છતાં પાપડી, લીલા ચણા ચોડી જેવા શાકભાજી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. પાલક મેથી અને લીલા ધાણા પણ 40 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. આ અંગે APMCના પ્રમુખ ભરતસિંહ રાવતનું કહેવું છે કે કેટલાક દિવસો પહેલા શાકભાજીના ભાવ ઘટ્યા હતા છતાં રિટેલ વેપારીઓએ તેમના વેચાણ ઉપર ભાવ ન ઘટાડતા ગ્રાહકોને શાકભાજી મોંઘી મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news