Benefits Of Radish: શિયાળામાં રોજ ખાઓ મૂળા, હંમેશા કંટ્રોલમાં રહેશે સુગર અને અનેક તકલીફોથી મળશે છૂટકારો

Benefits Of Radish: શિયાળામાં રોજ ખાઓ મૂળા, હંમેશા કંટ્રોલમાં રહેશે સુગર અને અનેક તકલીફોથી મળશે છૂટકારો

નવી દિલ્લીઃ સ્વાદમાં તૂરો લાગતો મૂળો શિયાળો આવતાંની સાથે જ ઘરે- ઘરે પહોંચી જાય છે. પરંતુ જો તમે પણ મૂળાને જોઈને મોઢું બગાડતા હોવ છો તો તમારે તેના ફાયદા ચોક્કસ જાણવા જોઈએ. મૂળામાં ઔષધિક ગુણોનો ભંડાર રહેલો છે. જે તમને અઢળક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. મહત્વનું છે કે મૂળામાં રહેલાં ફાઈટોકેમિકલ્સ આપણને કેટલીય બીમારીઓથી દૂર રાખે છે.
શિયાળો આવતા જ શાકભાજી માર્કેટમાં મોસમી ફળો અને શાકભાજી આવી જાય છે. મોસમી ફળો અને શાકભાજીમાં મૂળાનો સમાવેશ થાય છે. મૂળાને કાચી, રાંધીને અને અથાણાના રૂપમાં પણ ખાઈ શકાય છે. મૂળામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. મૂળા ખાવાથી હૃદય રોગનો ખતરો ઓછો થાય છે અને લોહીનો પ્રવાહ સારો રહે છે. મૂળા ખાવાથી શું થાય છે ફાયદા જાણો
1. ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે-
મૂળામાં રાસાયણિક સંયોજનો હોય છે, જે લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરે છે. મૂળા ખાવાથી શરીરમાં કુદરતી એડિપોનેક્ટીન (પ્રોટીન હોર્મોન) બને છે. શરીરમાં તેનું પ્રમાણ વધુ હોવાને કારણે શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જેના કારણે ડાયાબિટીસ થતો નથી.
2.લીવર માટે ફાયદાકારક-
મૂળામાં એવા સંયોજનો હોય છે જે લીવરને ડિટોક્સિફાય કરવામાં અને તેને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
3.હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક-
મૂળામાં એન્ટીઓક્સીડેન્ટ અને કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદય રોગના જોખમને અટકાવે છે. મૂળા કુદરતી નાઈટ્રેટ્સનો પણ સારો સ્ત્રોત છે જે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે.
4.કેન્સરથી બચાવે છે-
મૂળા ગ્લુકોસિનોલેટ્સમાં સમૃદ્ધ છે - એક સલ્ફર સંયોજન જે કોષોને આનુવંશિક પરિવર્તનથી રક્ષણ આપે છે જે કેન્સરનું કારણ બને છે. એટલું જ નહીં, તે ગાંઠના કોષોને પણ બનવા દેતું નથી.
5.પાચનમાં મદદરૂપ-
મૂળામાં ફાયબર હોય છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ હોય છે. મૂળો ખાવાથી અપચો કે કબજિયાત થતી નથી.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news