ANAND માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓ માટેની અનોખી પહેલ, પોલીસે કરી ખાસ અપીલ

જિલ્લાના પોલીસનાં સેવા સુરક્ષા સેતુ દ્વારા રાજયમાં પ્રથમવાર પજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લીપીમાં પોલીસ અને અગત્યનાં  નંબરો વાળી ડીરેકટરી તૈયાર કરવામાં આવી છે. આ બ્રેઈલ લીપી ડીરેકટરીને વલ્લભવિદ્યાનગર ખાતે અંધજન મંડળમાં પ્રજ્ઞાચક્ષુઓને વિતરણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્તરે આ અનોખી અને પ્રથમ પહેલ છે. જેને સમગ્ર ગુજરાતમાં ઉપરાંત દેશમાં પણ તેને લાગુ કરવામાં આવે તે જરૂરી છે.

ANAND માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓ માટેની અનોખી પહેલ, પોલીસે કરી ખાસ અપીલ

આણંદ : જિલ્લાના પોલીસનાં સેવા સુરક્ષા સેતુ દ્વારા રાજયમાં પ્રથમવાર પજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લીપીમાં પોલીસ અને અગત્યનાં  નંબરો વાળી ડીરેકટરી તૈયાર કરવામાં આવી છે. આ બ્રેઈલ લીપી ડીરેકટરીને વલ્લભવિદ્યાનગર ખાતે અંધજન મંડળમાં પ્રજ્ઞાચક્ષુઓને વિતરણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્તરે આ અનોખી અને પ્રથમ પહેલ છે. જેને સમગ્ર ગુજરાતમાં ઉપરાંત દેશમાં પણ તેને લાગુ કરવામાં આવે તે જરૂરી છે.

પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ પોતાની સુરક્ષા અને સલામતી માટે પોલીસનો સરળતાથી સંપર્ક સાધી પોલીસની મદદ મેળવી શકે તે માટે આણંદ જિલ્લા પોલીસનાં સેવા સુરક્ષા સેતુ દ્વારા બ્રેઈલ લીપીમાં ડીરેકટરી તૈયાર કરવામાં આવી છે. જેમાં પોલીસ કંટ્રોલરૂમ,તેમજ જુદા જુદા પોલીસ મથકો અને પોલીસની એજન્સીઓ સહીતનાં નંબરો મુકવામાં આવ્યા છે. જેથી ઈમર્જન્સી સંજોગોમાં પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ બ્રેઈલલીપી ડીરેકટરીની મદદથી સરળતાથી પોલીસનો સંપર્ક સાધી મદદ મેળવી શકે.

રાષ્ટ્રીય અંધજન મંડળનાં પ્રમુખ પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલએ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓને આ ડીરેકટરીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે સમજ આપી હતી. આ તકે ડીવાયએસપી ડી.આર.પટેલ અને પી.આઈ ડી.આર ડાભી દ્વારા પ્રજ્ઞાચક્ષુ કન્યાઓને બ્રેઈલ લીપી ડીરેટરીનું વિતરણ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, વધતા જતા અપરાધને ખાળવા માટે પણ કેવી સાવચેતી રાખવી જોઇએ તે અંગેની માહિતી પણ પ્રજ્ઞાચક્ષુઓને માહિતી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news