KGF Chapter 2 Box Office Collection: સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 નો ધમાકો, દુનિયાભરમાં રોકી ભાઈનો વાગ્યો ડંકો

KGF Chapter 2 Box Office Collection: બાહુબલી-2, દંગલ અને આરઆરઆર પછી કેજીએફ ચેપ્ટર 2 સૌથી મોટી કમાણી કરનાર ચોથી ફિલ્મ બની છે. કેજીએફ ફિલ્મે વર્લ્ડ વાઈડ સ્તર પર 1 હજાર કોરોડનો આંકડો પાર કર્યો છે.

KGF Chapter 2 Box Office Collection: સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 નો ધમાકો, દુનિયાભરમાં રોકી ભાઈનો વાગ્યો ડંકો

KGF Chapter 2 Box Office Collection: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપર હિટ મૂવી કેજીએફ ચેપ્ટર 2 બ્લોક બસ્ટર કમાણી કરી રહી છે. સુપરસ્ટાર યશની ફિલ્મે તમામ સુપર હિટ ફિલ્મોને પછાડી મોટા મોટા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 1000 કરોડ રૂપિયાનિ કમાણી કરી છે. આ પ્રકારની કમાણી કરનાર કેજીએફ ચેપ્ટર 2 ચોથી ફિલ્મ છે.

બાહુબલી-2, દંગલ અને આરઆરઆર પછી કેજીએફ ચેપ્ટર 2 સૌથી મોટી કમાણી કરનાર ચોથી ફિલ્મ બની છે. કેજીએફના વર્લ્ડ વાઈડ કલેક્શન મામલે ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કેજીએફ ફિલ્મે વર્લ્ડ વાઈડ સ્તર પર 1 હજાર કોરોડનો આંકડો પાર કર્યો છે. આ એવી ચોથી ભારતીય ફિલ્મ છે જે આટલી મોટી કમાણી કરી છે.

Only the 4th Indian Movie to do so after #Dangal , #Baahubali2 and #RRRMovie

— Ramesh Bala (@rameshlaus) April 30, 2022

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું માનીએ તો ઇદના તહેવાર પર કેજીએફની કમાણીમાં હજુ વધારો જોવા મળી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે, અજય દેવગણની રનવે 34 અને ટાઈગર શ્રોફની ફિલ્મ હિરોપંતી 2 રીલિઝ બાદ પણ કેજીએફ 2 ની કમાણીમાં કોઈ અસર પડી નથી. ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં 353.06 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

— taran adarsh (@taran_adarsh) April 30, 2022

ન્યૂઝ 18 ના રિપોર્ટ અનુસાર, કેજીએફ ચેપ્ટર 2 એમેઝોન પ્રાઈમ વીડિયો પર 27 મેથી સ્ટ્રીમ થશે. કેજીએફ ચેપ્ટર 2 ના ડિજિટલ રાઈટ્સ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમે ખરીદ્યા છે. યશની આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તામિલ ભાષામાં સ્ટ્રીમ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news