બનાસકાંઠામાં ટવેરા અને સ્વિફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 વ્યક્તિના મોત તો 13 લોકો ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટવેરા કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે

બનાસકાંઠામાં ટવેરા અને સ્વિફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 વ્યક્તિના મોત તો 13 લોકો ઈજાગ્રસ્ત

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટવેરા કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, સ્થળ પર પહોંચી બનાસકાંઠા પોલીસે ઈજાગ્રસ્તોને 108 ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખેસડ્યા હતા. ત્યારે અકસ્માતમાં મોતને ભેટેલા બે વ્યક્તિઓના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના વડગામના તેનીવાળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટવેરા કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂરો કરી ટવેરા ગાડીમાં અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. જો કે, અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 ને જાણ કરવામાં આવી હતી.

આ અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે અન્ય 13 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને 108 ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેમજ 108 ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતમાં મોતને ભેટેલા બે વ્યક્તિઓના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news