ટેસ્ટના ખોટા આંકડા છુપાવવાનું બંધ કરો, છેલ્લા 15 દિવસમાં કેટલા ટેસ્ટ કર્યા? અહેમદ પટેલનો CMને સવાલ

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના ટ્વિટથી ગુજરાતમાં લોકડાઉન વચ્ચે પણ રાજકારણ ગરમાયુ છે અહેમદ પટેલે ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થતો હોવાનો આક્ષેપ કરી ગ્રાફ સાથેનુ ટ્વિટ કર્યુ હતુ, જેની સામે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા તે અંગેનું ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. આમ, ટ્વિટર પર અહેમદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચે સવાલબાજી શરૂ થઈ ગઈ છે. 
ટેસ્ટના ખોટા આંકડા છુપાવવાનું બંધ કરો, છેલ્લા 15 દિવસમાં કેટલા ટેસ્ટ કર્યા? અહેમદ પટેલનો CMને સવાલ

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના ટ્વિટથી ગુજરાતમાં લોકડાઉન વચ્ચે પણ રાજકારણ ગરમાયુ છે અહેમદ પટેલે ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થતો હોવાનો આક્ષેપ કરી ગ્રાફ સાથેનુ ટ્વિટ કર્યુ હતુ, જેની સામે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા તે અંગેનું ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. આમ, ટ્વિટર પર અહેમદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચે સવાલબાજી શરૂ થઈ ગઈ છે. 

કોરોનાથી સૌથી વધુ મોતમાં ટોપ-3 રાજ્યોમાં ગુજરાત પણ સામેલ

અહેમદ પટેલે ટેસ્ટીંગ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા કે, શા માટે ગુજરાત સરકાર કોરોનાના ટેસ્ટીંગ ઓછા કરી રહી છે, આ બાબત બહુ જ ખરાબ છે, અને નેશનલ પોલિસીની વિરુદ્ધ છે. હાલ કોરોનાની પેન્ડિમિક સ્થિતિમાં સમસ્યાઓ સામે વળગી પ્રામાણિક રહેવું જરૂરી છે.  

Big Breaking : આવતીકાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે

વિજય રૂપાણીનો અહેમદ પટેલને જવાબ
મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને અહેમદ પટેલને જવાબ આપ્યો કે, ગુજરાતમાં ટેસ્ટ જરા પણ ઘટાડવામાં આવ્યા નથી. પહેલા તમે રજૂ કરેલા અંકડાઓનો સ્ત્રોત તપાસી લો, એ વાસ્તવિકતાથી અને ધરાતલથી જોજનો દૂરના છે!. આ ટ્વિટની સાથે મુખ્યમંત્રીએ આંકડા રજૂ કરતો એક ગ્રાફ પણ મૂક્યો છે. ગુજરાતમાં ટેસ્ટ્સની સંખ્યા દર દસ લાખ વ્યક્તિ દીઠ ભારતમાં થતા સરેરાશ ટેસ્ટ્સ કરતા ક્યાંય વધુ છે.

અહેમદ પટેલનો મુખ્યમંત્રીને વળતો સવાલ
રાજ્યના મુખ્યમંત્રીને અહેમદ પટેલે ટ્વિટ મારફતે જવાબ આપ્યો કે, ગુજરાતી સંસ્કૃતિ મને તમારી જેમ વાત કરાવી મંજૂરી નથી આપતી. મારા ટ્વિટમાં રહેલા ડેટાનો સોર્સ તમારી સરકારનો છે. gujcovid19.gujarat.gov.in  તમારી સરકાર ખોટી છે, બે માંથી કોઇ એકે રાજીનામું આપવું જોઇંએ. ટેસ્ટના ખોટા આંકડા પાછળ છુપાવવાનું બંધ કરો. છેલ્લા પંદર દિવસમાં કેટલા ટેસ્ટ કર્યા ?

‘કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી સુરતમાં પોલીસનું તબીબ સાથે ગેરવર્તન

કોંગ્રેસનો ભાજપ પર આરોપ 
ટેસ્ટીંગના આંકડા મુદ્દે ટ્વિટની આ લડાઇના મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ કે, કોરોનાના જંગ વચ્ચે ગુજરાતીઓનુ સ્વાસ્થ્ય સચવાય, તેઓ સુરક્ષિત રહે તે હેતુથી સરકારના ધ્યાન પર આ વાત લાવવા ટ્વિટ કરી ટેસ્ટની સંખ્યા વધારવાની માગ કરી છે. જે વાતને હકારાત્મક લેવાને બદલે ગુજરાતના મુખ્યમંત્રી અને સરકારનું વહીવટી તંત્ર આંકડાઓની છુપાછુપીની રમત રમી રહી છે. સરકારના આંકડા જ દર્શાવે છે કે ટેસ્ટની સખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. આરોગ્ય સચિવ પણ આંકડા ઘટાડવાની વાત કરી રહ્યા છે. સરકારે કોરોના સામે જંગમાં ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. કોન્ટ્રાક્ટમાં નહિ, સરકારે છુપાછુપીના ખેલથી બહાર આવી હકિકત લક્ષી બને જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત ન થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news