ગુજરાતનું આ ગામ છે આધૂનિક સુવિધા સજ્જ, ગ્રામજનોને મળે છે આ સુવિધાઓ
અમેરીલ જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામને સાંસદ નારણ કાછડિયાએ દત્તક લીધુ હતું. અકાળા ગામ અંતરિયાળ ગામ હતું. પ્રાથમિક સુવિધાનો અભાવ હતો. પરંતુ હેવ સાંસદે દત્તક લીધા બાદ તેની સ્થિતિ ફરી ગઇ છે.
Trending Photos
કેતન બગડા, અમરેલી: 2014માં મોદી વડાપ્રધાન બન્યા બાદ તમામ સાંસદોને ગામ દત લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમેરીલ જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામને સાંસદ નારણ કાછડિયાએ દત્તક લીધુ હતું. અકાળા ગામ અંતરિયાળ ગામ હતું. પ્રાથમિક સુવિધાનો અભાવ હતો. પરંતુ હેવ સાંસદે દત્તક લીધા બાદ તેની સ્થિતિ ફરી ગઇ છે. ગામમાં પાક્કા રસ્તાઓ, સોલર સિસ્ટમ, આધૂનિક બસસ્ટેન્ડ, ચિલ્ડ્રન પાર્ક, ક્રિકેટ સ્ટેડિયમ, સેનીટેશનની આધૂનિક સુવિધા આ ગામને મળી છે.
વધુમાં વાંચો: પરસોતમ સાબરીયાને મળી હળવદ-ધ્રાંગધ્રાની ટિકિટ, કહ્યું- ગત ચૂંટણી કરતા વધુ મતોથી વિજેતા બનીશ
અકાળા ગામ અંતરિયાળ ગામ હોવાથી સરકારી અધિકારીઓ પણ ભાગ્યે જ અહીંયા ફરકતા હતા. દાતાઓ દ્વારા કેટલાક કામો થતા હતા પરંતુ 2014માં સાંસદ નારણ કાછડિયાએ આ ગામને દત્તક લીધા બાદ ગામનો વિકાટ જેટ ગતીએ થયો છે. ગામમાં હાલ ફિલ્ટર પ્લાન્ટ, ગોબર ગેસ પાઇપ લાઇન, સમગ્ર ગામમાં શૌચાલયો, સોલર પ્લાન્ટ, આધૂનિક સ્કૂલ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અકાળા ગામને સાંસદે દત્તક લીધા બાદ સરકારી અધિકારીઓ નિયમીત અહીંયા મુલાકાતે આવ્યા કરે છે. સતત કોઇને કોઇ યોજનાનો લાભ આ ગામને મળતો જ રહે છે.
અકાળા ગામમાં ચિલ્ડ્રન પાર્ક અને સિનિયર સિટીઝન પાર્ક ઉપરાંત બ્યુટિફિકેશન માટે અલગ અલગ મૂર્તિઓ, આધૂનિક બસ સ્ટેન્ડ, તળાવ, સિંચાઇ માટે કૂવાઓ, આધૂનિક સ્કૂલ, ક્રિકેટ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી, વગેરેનું નિર્માણ લોક સભાગીદારીથી કરવામાં આવ્યું છે. અકાળા ગામમાં સંપૂર્ણ શૌચાલયો બનાવી દેવામાં આવ્યા છે. રોજ કચરો એકઠો કરવા માટે પંચાયતના વાહનો આવે છે. ગામમાં સાંસદ ઉપરાંત સુરત સ્થિત ઉદ્યોગપતીઓ પણ છુટ્ટા હાથે દાન આપતા રહે છે. તો અહીં સાંસદના પ્રયાસથી લોક ભાગીદારી રૂપે અહીં વૃદ્ધ લોકોને બે ટાઇમ ભોજન પણ અહીં ભોજનાલયમાં આપવામાં આવે છે. મોટાભાગના કામ અકાળા ગામમાં સાંસદ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે