Election Breaking: અખિલેશ યાદવ આઝમગઢથી અને આઝમ ખાન રામપુરથી ચૂંટણી લડશે 

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનો વિજય રથ રોકવાની ઈચ્છાથી સપા-બસપાના ગઠબંધન થયું ત્યારબાદથી લોકોની નજર એ વાત પર ટકેલી હતી કે માયાવતી અને અખિલેશ યાદવ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે માયાવતીએ તો જાહેર કરી દીધુ કે તેઓ લોકસભા ચૂંટણી લડવાના નથી. પરંતુ અખિલેશ યાદવના નામ ઉપર પણ આજે સસ્પેન્સ ખતમ થઈ ગયું. સમાજવાદી પાર્ટીએ બે ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં કહેવાયું છે કે અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. 

Election Breaking: અખિલેશ યાદવ આઝમગઢથી અને આઝમ ખાન રામપુરથી ચૂંટણી લડશે 

લખનઉ: લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનો વિજય રથ રોકવાની ઈચ્છાથી સપા-બસપાના ગઠબંધન થયું ત્યારબાદથી લોકોની નજર એ વાત પર ટકેલી હતી કે માયાવતી અને અખિલેશ યાદવ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે માયાવતીએ તો જાહેર કરી દીધુ કે તેઓ લોકસભા ચૂંટણી લડવાના નથી. પરંતુ અખિલેશ યાદવના નામ ઉપર પણ આજે સસ્પેન્સ ખતમ થઈ ગયું. સમાજવાદી પાર્ટીએ બે ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં કહેવાયું છે કે અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. 

રવિવારે બહાર પડેલી યાદીમાં બીજુ નામ સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનનું છે. પાર્ટીએ તેમને રામપુરથી ઉમેદવાર બનાવ્યાં છે. અત્રે જણાવવાનું કે આઝમગઢનની બેઠકથી વર્તમાન સાંસદ અખિલશ યાદવના પિતા અને સપાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ છે. 

સમાજવાદીઓનો ગઢ ગણાય છે આઝમગઢ
વાત જાણે એમ છે કે આઝમગઢ એ સમાજવાદીઓનો ગઢ ગણાય છે. લાંબા સમયથી અહીં સમાજવાદી પાર્ટીનું શાસન રહ્યું છે. 70ના દાયકા સુધી કોંગ્રેસનું શાસન હતું પરંતુ ત્યારબાદ સમાજવાદીઓએ આ સીટ પર કબ્જો જમાવ્યો. વચ્ચે વચ્ચે આ સીટ એસપી અને બીએસપીમાં વહેંચાતી રહી. એકવાર તો આ બેઠક પરથી 2009માં  ભાજપના ઉમેદવાર પણ જીતી આવ્યાં હતાં. 

મોદી લહેરમાં પણ મુલાયમ સિંહ જીત્યા હતાં
આ સીટ પર એસપી અને બીએસપી સાથે હોવાથી મુકાબલો રસપ્રદ બન્યો છે. એસપી તરફથી અખિલેશ યાદવને મેદાનમાં ઉતારવામાં આવતા લડાઈ મજબુત ગણાઈ રહી છે. આ બેઠક પરથી 2014માં મોદી લહેર હોવા છતાં અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ જીત્યા હતાં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news