ઘરે ઝગડો થતા કિશોરી પોતાનાં મિત્રો સાથે આબુ જતી રહી, ત્યાર બાદ જે થયું પોલીસ થઇ દોડતી
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના પેરન્ટ્સ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યાનું સામે આવ્યું. જેમાં ધોરણ 10માં ભણતી એક સગીરાને સ્નેપ ચેટ મારફતે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદએ યુવક તેના મિત્રો સાથે સગીરાને આબુ ફરવાના બહાને લઈ ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાને હેમખેમ છોડાવી દીધી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા થોડા દિવસ પહેલા યશ બારોટ નામના યુવક સાથે સ્નેપચેટ પર સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સગીરાને યુવક વચ્ચે મેસેજથી વાતો કરી રહ્યા હતા. તેવામાં ગુરુવારના રોજ યુવક યશ બારોટ સગીરાને આબુ આવવાનું કહ્યું અને સગીરા તૈયાર થઈ ગઈ હતી. જેથી ગુરુવારની મોડી રાત્રે 3 વાગ્યે સગીરાના ઘરે યુવક યશ બારોટ અને નિલય શાહ ગાડી લઈ પહોંચી ગયા અને સાથે બે કિશોર પણ હતા. યુવકો સગીરાના ભોળવી લઈ આબુ લઈ ગયા. પોલીસ તપાસ કરતા ગાડીમાં બેસતા એક સીસીટીવી મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે આબુથી સગીરાને હેમખેમ છોડવી પરિવારને સોંપી હતી.
પોલીસે સગીરા અને ચાર યુવકો મેડિકલ રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં સગીરા સાથે કોઈ અર્થઘટિત કૃત્ય કરવામાં આવ્યું ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત સગીરા પૂછપરછમાં પણ યુવકો દુષ્કર્મ કે કોઈ છેડતી કરી ન હોવાની કબૂલાત કરી. જો કે પોલીસ તપાસમાં સગીરાને ઘરમાં ઝધડો થયો હોવાથી કોઈ કારણસર બોલતા ન હતા. જેથી સગીરા ઘરે રહેવા માંગતી ન હતી. જેથી કંટાળીને યુવકો સાથે ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી યુવક યશ બારોટના પિતાની ગાડી લઈ આબુ ગયા હતા. જેને પોલીસ કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આરોપી યુવક યશ બારોટ અને નિલય શાહની ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે પકડાયેલ ચારેય યુવકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે