West Bengal: શાહનો મમતા પર પ્રહાર, 'બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1, દીદીની સરકાર જવાની'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યુ કે, બંગાળની 10 કરોડ જનતાની ચિંતા કરવાની જગ્યાએ મમતા દીદીને પોતાના ભત્રીજાની ચિંતા છે. 

West Bengal: શાહનો મમતા પર પ્રહાર, 'બંગાળ ભ્રષ્ટાચારમાં નંબર-1, દીદીની સરકાર જવાની'

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસ પર ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે મમતા બેનર્જી સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા જેપી નડ્ડાના કાફલા પર થયેલો હુમલો ન માત્ર ભાજપના અધ્યક્ષ પર હુમલો છે. આ બંગાળની અંદર લોકતંત્રની વ્યવસ્થા પર હુમલો છે. ભાજપના કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે, અમે હિંસાનો જવાબ લોકશાહીની રીતે આપીશું અને આવનારી ચૂંટણીમાં આ સરકારને હરાવીશું. 

શાહે કહ્યુ કે, થોડા દિવસ પહેલા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બંગાળના પ્રવાસ પર આવ્યા તો તેમના પર ટીએમસી કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો, તેની ભાજપ નિંદા કરે છે અને હું વ્યક્તિગત રૂપથી તેની નિંદા કરુ છું. ટીએમસી કાર્યકર્તાઓ તરફથી કરવામાં આવેલો હુમલો ન માત્ર ભાજપના અધ્યક્ષ પર હુમલો છે. આ બંગાળની અંદર લોકતંત્રની વ્યવસ્થા પર હુમલો છે. તેની જવાબદારી ટીએમસી સરકાર અને તેના કાર્યકર્તાઓની છે. 

— ANI (@ANI) December 20, 2020

મમતા બેનર્જીને પોતાના ભત્રીજાની ચિંતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યુ કે, બંગાળની 10 કરોડ જનતાની ચિંતા કરવાની જગ્યાએ મમતા દીદીને પોતાના ભત્રીજાની ચિંતા છે. તે ઈચ્છે છે કે ગમે તેમ કરી તેને એકવાર મુખ્યમંત્રી બનાવવામાં આવે. આવા વિચાર સાથે જે સરકાર ચલાવે તે કોઈ રાજ્યનો વિકાસ શું કરશે. તેમણે કહ્યું કે, બંગાળમાં ભ્રષ્ટાચાર વધુ છે. અહીં પરિવારવાદ, રાજકીય અપરાધ વધી ગયો છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, બંગાળમાં રાજકીય હિંસા વધી રહી છે, 300થી વધુ ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે અને તેની તપાસમાં પ્રગતિ જોવા મળી રહી નથી. બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે. જનતા નક્કી કરી ચુકી છે કે આ વખતે ચૂંટણી મેદાનમાં કમળ ખિલશે. આ પરિવર્તન બંગાળના વિકાસ માટે છે. આ પરિવર્તન બાંગ્લાદેશથી ઘુષણખોરી રોકવા અને હિંસા સમાપ્ત કરવા માટે છે. 

— ANI (@ANI) December 20, 2020

અમિત શાહે કહ્યુ કે, પશ્ચિમ બંગાળના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. બંગાળના લોકોએ બધાને તક આપી છે. મારી તમને વિનંતી છે કે આ વખતે એક તક નરેન્દ્ર મોદીને આપો. અમે વચન આપીએ છીએ કે પાંચ વર્ષમાં 'સોનાર બાંગ્લા'ના સપનાને સાકાર કરીશું. મહત્વનું છે કે અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે. રવિવારે તેમણે રોડ શો કર્યો હતો. 

ભત્રીજાની દાદાગિરી રોકવા માટે બંગાળમાં પરિવર્તન થશેઃ શાહ
રોડ શોમાં હાજર લોકોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે, બંગાળના લોકોના મતનમાં પીએમ મોદીના મનમાં પ્રેમ જોવા મળી રહ્યો છે. મમતા બેનર્જી પર સીધો હુમલો કરતા શાહે કહ્યુ કે, આગામી ચૂંટણીમાં ભત્રીજાની દાદાગિરી સમાપ્ત કરવા ફેરફાર થશે. બાંગ્લાદેશમાં ઘુષણખોરોને હટાવવા માટે ફેરફાર થશે. ભારત માતાની જય, જય શ્રીરામના નારા વચ્ચે શાહે કહ્યુ કે, લોકોએ પરિવર્તનનો નિર્ણય કરી લીધો છે, પરંતુ આ પરિવર્તન માત્ર વ્યક્તિનું પરિવર્તન નથી, આ પરિવર્તન બંગાળના વિકાસ માટે થશે. ઘુષણખોરી રોકવા અને હિંસાને ખતમ કરવા માટે પરિવર્તન થશે. આ ટોલબાજી વિરુદ્ધ પરિવર્તન થશે. ટોલબાજી બંધ કરવા માટે પરિવર્તન થશે. 

આવો રોડ શો જીવનમાં નથી જોયો- શાહ
રોડ શોમાં હાજર રહેલી અપાર ભીડ જોઈને ગદગદ અમિત શાહે કહ્યુ કે, તેમણે ઘણા રોડ શો કર્યા છે અને જોયા છે, પરંતુ આવો રોડ શો જીવનમાં જોયો નથી. અમિત શાહે કહ્યુ કે, આજે સ્પષ્ટ થઈ ગયું કે બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે. અમિત શાહે કહ્યુ કે, જનતા નક્કી કરી ચુકી છે કે આગામી વખતે ભાજપને સત્તા આપશે. ગૃહ મંત્રીએ કહ્યુ કે, મમતા દીદી પ્રત્યે લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news