વિદ્યાર્થીઓને શાળાઓએ અને શાળાઓને તંત્રએ હથેળીમાં ચાંદ દેખાડ્યો, હવે બધુ પડી ભાંગ્યુ

રાજ્યમાં ડિઝીટલ સ્કૂલ બને અને પેપરલેસ કામગીરી થાય જેથી પર્યાવરણને થતું નુકસાન બચાવી શકાય તે હેતુથી 5 વર્ષ પહેલાં શિક્ષણ વિભાગ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓને વર્ષે 6 હજાર રૂપિયા ઈન્ટનેટ ખર્ચ પેટે ચુકવવાનુ નક્કી કરાયુ હતું. જો કે છેલ્લા 5 વર્ષથી નાણા ન ચુકવાતા ગ્રાન્ટેડ શાળાઓનું ભારણ વધ્યું છે.
વિદ્યાર્થીઓને શાળાઓએ અને શાળાઓને તંત્રએ હથેળીમાં ચાંદ દેખાડ્યો, હવે બધુ પડી ભાંગ્યુ

અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યમાં ડિઝીટલ સ્કૂલ બને અને પેપરલેસ કામગીરી થાય જેથી પર્યાવરણને થતું નુકસાન બચાવી શકાય તે હેતુથી 5 વર્ષ પહેલાં શિક્ષણ વિભાગ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓને વર્ષે 6 હજાર રૂપિયા ઈન્ટનેટ ખર્ચ પેટે ચુકવવાનુ નક્કી કરાયુ હતું. જો કે છેલ્લા 5 વર્ષથી નાણા ન ચુકવાતા ગ્રાન્ટેડ શાળાઓનું ભારણ વધ્યું છે.

પાંચ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં પેપરલેસ કામગીરી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો. આ ઠરાવમાં સરકારે એક શાળાદીઠ પેપરલેસ કામગીરી અને ઈન્ટરનેટ માટે બે માસે 1,000 રૂપિયા એટલે કે એક વર્ષના 6 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યુ હતું. આ પેપરલેસ કામગીરી થકી ઠરાવમાં સુચન કરવામાં આવ્યુ કે, વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી ભરવી, ખેલ મહાકુંભ અને કલા મહાકુંભનું રજીસ્ટ્રેશન ઓનલાઇન કરવું, વિદ્યાર્થીનુ ઓનલાઈન માર્કિંગ કરવુ વગેરે કામગીરી થતી હતી.

રાજ્યમાં આવેલી 5 હજાર કરતા વધુ ગ્રાન્ટેડ શાળાઓએ શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ કામ તો ચાલુ કરી દીધું. જો કે શિક્ષણ વિભાગ થકી નક્કી કરાયેલા એક વર્ષના 6 હજાર રૂપિયા 2018 લઈ 2022 સુધી એકપણ શાળીને નથી આપવામાં આવ્યા. જેને લઈ ગ્રાન્ટેડ શાળા ખર્ચનું વધારાનુ ભારણ છેલ્લા 4 વર્ષથી ભોગવવુ પડી રહ્યું છે. આચાર્ય મંડળ દ્વારા વહેલીતકે શાળાઓને ચૂકવવાની થતી રકમ ચૂકવવા સરકારને વિનંતી કરાઇ છે, જેથી ગ્રાન્ટેડ શાળાઓનો ખર્ચ સરભર થઇ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news