International Drugs Syndicate: દિલ્હીના શાહીન બાગમાં એનસીબીની મોટી કાર્યવાહી, 50 કિલો હેરોઇન અને 30 લાખ રોકડા જપ્ત
Drugs Syndicate Exposed: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આપેલી માહિતી પ્રમાણે આ હેરોઇન અફઘાનિસ્તાનથી આવ્યું હતું, તો રોકડ હવાલા દ્વારા લાવવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ એન્ટી ડ્રગ્સ એજન્સી એનસીબીની દિલ્હી યુનિટે શાહીન બાગમાં મોટી કાર્યવાહી કરતા 50 કિલો હેરોઇન અને 47 કિલો શંકાસ્પદ નાર્કો જપ્ત કર્યું છે. આ દરમિયાન 30 લાખ રોકડા અને નોટ ગણવાનું મશીન પણ એક ઘરમાંથી મળી આવ્યું છે. શાહીન બાગમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સને ટ્રાવેલ બેગમાં છુપાવવામાં આવ્યું હતું. એનસીબીના ડીડીજી સંજય સિંહે કહ્યુ કે શાહીન બાગ સ્થિત આવાસીય પરિસરથી બુધવારે ડ્રગ્સ મળી આવ્યું છે.
એનસીબી પ્રમાણે અફઘાનિસ્તાનથી હેરોઇન આવ્યું હતું, તો રોકડ રકમને હવાલા દ્વારા લાવવામાં આવી હતી. ડ્રગ્સ સમુદ્ર માર્ગ અને બોર્ડરના માર્ગે લાવવામાં આવ્યું હતું. ફ્લિપકાર્ટના પેકિંગમાં હેરોઈનને પેક કરી લાવવામાં આવતું હતું.
The seized heroin originated from Afghanistan and drug money is suspected to be channelled through hawala: Sanjay Singh, DDG, Operations, NCB pic.twitter.com/hMAS8iyXty
— ANI (@ANI) April 28, 2022
સૂત્રો પ્રમાણે આ હેરોઇન ઝાડની ડાળીમાં કેવિટી બનાવી તેમાં છુપાવી સમુદ્ર અને પછી પાકિસ્તાન બોર્ડરથી ભારતમાં લાવવામાં આવ્યું હતું. આ હેરોઇનની ક્વોલિટી હાલમાં અટારી બોર્ડરથી જપ્સ ડ્રગ્સ જેવી છે. હવે એનસીબી અલગ-અલગ શહેરોમાં દરોડા પાડી આ આંતરરાષ્ટ્રીય ગેંસના સભ્યોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
એનસીબીની પૂછપરછ બાદ ખુલાસો થયો છે કે ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો તેની પાછળ હાથ છે. ડ્રગ્સ પંજાબ, યુપી, દિલ્હી અને હરિયાણામાં સપ્લાય કરવામાં આવતું હતું. ખુલાસા બાદ ત્યાં પણ એનસીબી તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટની પણ લિંક મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે