લવ જેહાદીઓને હવે અધિકારીઓ જ મદદ કરે છે? લગ્નની નોટિસ સ્પેશિયલ મેરેજ એક્ટ અનુસાર અપાતી જ નથી

શહેરના નિર્ણયનગરમાં કથિત લવ જીહાદનો મામલો સામે આવ્યો છે. યુવતીના પિતા તેમજ બજરંગ દળ તરફથી અમદાવાદ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. યુવતીના પિતાએ આ અંગે રજૂઆત કરી હતી કે, મારી દીકરી અને સૈયદ આસિફ મૂર્તજા હુસેન સાથે સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ અંતર્ગત લગ્ન 4 એપ્રિલે થયાનું સર્ટિફિકેટ ઓફ મેરેજ ઇસ્યુ થયું છે. મારી દીકરી મને પરત લાવીને આપવામાં આવે છે, એ અંગે મેં પોલીસમાં ફરિયાદ પણ કરી છે.
લવ જેહાદીઓને હવે અધિકારીઓ જ મદદ કરે છે? લગ્નની નોટિસ સ્પેશિયલ મેરેજ એક્ટ અનુસાર અપાતી જ નથી

અતુલ તિવારી/અમદાવાદ : શહેરના નિર્ણયનગરમાં કથિત લવ જીહાદનો મામલો સામે આવ્યો છે. યુવતીના પિતા તેમજ બજરંગ દળ તરફથી અમદાવાદ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. યુવતીના પિતાએ આ અંગે રજૂઆત કરી હતી કે, મારી દીકરી અને સૈયદ આસિફ મૂર્તજા હુસેન સાથે સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ અંતર્ગત લગ્ન 4 એપ્રિલે થયાનું સર્ટિફિકેટ ઓફ મેરેજ ઇસ્યુ થયું છે. મારી દીકરી મને પરત લાવીને આપવામાં આવે છે, એ અંગે મેં પોલીસમાં ફરિયાદ પણ કરી છે.

બજરંગદળ તરફથી રજૂઆત કરાઈ હતી કે, સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ મુજબ લગ્નની નોટિસ એક્ટની જોગવાઈ મુજબ અપાઈ નથી. નોટિસના સમયગાળા દરમિયાન પક્ષકારોને વાંધો લેવાની, રજૂઆત કરવાની વ્યાજબી અને કાયદાકીય તકથી વંચિત રાખવાના ઇરાદે નોટિસ કચેરી બહાર પ્રદર્શિત કરવામાં આવેલ નથી. જેના કારણે અધિકારી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ સર્ટીફીકેટ ઓફ મેરેજ ઇનવેલિડ અને ગેરકાયદેસર છે. ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અંતર્ગત ગુનો બને છે જે અંગે અમે તપાસની માંગણી કરી છે.

વિધર્મીઓના હિન્દુ યુવતીઓના કલમ 13 મુજબની પબ્લિક નોટિસ પ્રદર્શિત કરાતી નથી. બજરંગ દળ તરફથી સ્પેશિયલ મેરેજ એક્ટનું કડક પાલન થાય તેવી માંગણી કરવામાં આવી હતી. મુસ્લિમ યુવકોના હિન્દુ યુવતી સાથેના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કરીને હિંદુ યુવતીઓને ફોસલાવી પટાવીને લગ્ન કરવામાં આવે છે અને તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે. સ્પેશિયલ એક્ટ મુજબ પક્ષકારોની સંમતિ બળજબરીપૂર્વક કે ધાક-ધમકીથી લેવામાં આવેલ નથી તે જોવાની જવાબદારી જે તે અધિકારીની રહેતી હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં મુસ્લિમ યુવકોના હિન્દુ યુવતીઓ સાથે થયેલા લગ્ન માં મેરેજ એક્ટની જોગવાઈનું પાલન થયેલ છે કે નહીં તેનો વિગતવાર અહેવાલ સરકાર સમક્ષ મુકવા બજરંગદળ દ્વારા અપીલ કરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news