કોણ કહે છે કે પોલીસને દિલ નથી હોતું, સુરત પોલીસે ડ્રગ્સના આરોપીના પિતાનો જીવ બચાવ્યો, ઘરમાં પિતાના શરીરમાં કીડા પડ્યા
Surat News : સુરતમાં ડ્રગ્સનો બંધાણી અને વોન્ટેડ જાહેર થયેલો પુત્ર 3 મહિનાથી ફરાર... પિતાને ઘરમાં એકલા છોડી ભાગી જતાં પિતાના શરીરમાં પડી ગયા કીડા... પોલીસ અને NGOએ લાચાર પિતાની કરી મદદ....
Trending Photos
Shocking News ચેતન પટેલ/સુરત : આજના સમયમાં સંતાનો માતાપિતાને સાચવતા નથી, ત્યારે સુરતમાં એક દીકરાએ પોતાના પિતાના મરણપથારીએ મરવા છોડી દીધા. લાચાર પિતા વિશે જાણ થતા પોલીસ અને એક એનજીઓ તેમના મદદે આવ્યા હતા. તેઓએ જોયું તો પિતાના શરીરમાં કીડા પડવા લાગ્યા હતા.
સુરતમાં ડ્રગ્સના રવાડે ચડેલા પુત્રની હેવાનિયત સામે આવી છે. આ કિસ્સો સાંભળીને તમારુ હૃદય પણ દ્રવી ઉઠશે. સુરત પોલીસના ચોપડે મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રવીણ વખારેને શોધવા જતા પિતાની કફોડી સ્થિતિનો ખુલાસો થયો હતો. આ જાણીને પોલીસ અધિકારીઓના પગ નીચેથી પણ જમીન ખસી ગઈ હતી. પોલીસ જ્યારે MD ડ્રગ્સના આરોપી પ્રવીણ વખારે ઘરે પહોંચી તો તેમના પિતાની દયનીય સ્થિતિ જોવા મળી હતી.
આ પણ વાંચો :
ખટોદરાનો વોન્ટેડ આરોપી પ્રવીણ વખારે ત્રણ મહિનાથી ફરાર છે. પરંતું પોતાના પિતાને ઘરમાં એકલો છોડી આરોપી પ્રવીણ વખારે ફરાર થયો હતો. તો બીજી તરફ, પ્રવીણ વખારેના પિતા પથારીવશ છે, તેથી ઘરમાં કોઈ ન હોવાથી તેમના શરીર પર કીડા પડવા લાગ્યા હતા. પોલીસ તપાસ કરવા જતા પ્રવીણ વખારેના પિતાની સ્થિતિ સામે આવી હતી. ખટોદરા પોલીસના ASI કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ તપાસ માટે ગયા ત્યારે આરોપીના પિતાની સ્થિતિની ખબર પડતા જ તેઓ તાત્કાલિક મદદે દોડી ગયા હતા.
વૃદ્ધને લાચાર જોઈને પોલીસકર્મીએ NGOનો સંપર્ક કર્યો હતો અને આરોપીના પિતાને સારવાર માટે મોકલ્યા હતા. છેલ્લા 3 મહિનાથી આરોપી પ્રવણી વખારે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને તેના પિતા એકલા ઘરમાં હતા. જે દરમિયાન તેમની સ્થિતિ એટલી બગડી કે તેમના શરીરમાં કીડા પડવા લાગ્યા છે. જો કે પોલીસની સરાહનીય કામગીરીથી તેમને સારવાર બાદ શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે.
ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. કોણ કહે છે કે પોલીસને દિલ નથી હોતું, સુરત પોલીસે ડ્રગ્સના આરોપીના પિતાનો જીવ બચાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે