પાટીદારો સાથે જોડાયેલા સુરતના મોટા ગજાના નેતા ભાજપમાં જોડાશે

પાટીદારો સાથે જોડાયેલા સુરતના મોટા ગજાના નેતા ભાજપમાં જોડાશે
  • નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે

ચેતન પટેલ/સુરત :કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હાલ ગુજરાત કોંગ્રેસની કમાન કયા નેતાઓના હાથમાં સોંપવાની તે જ નક્કી થઈ શક્તુ નથી. ત્યાં વચ્ચે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોંગ્રેસ (surat congress) ના દિગ્ગજ નેતા ધીરુભાઇ ગજેરા (dhiru gajera) ભાજપનો ખેસ ધારણ કરશે. આ સાથે જ ભાજપ પાટીદાર નેતાને પોતાનામા સામેલ કરીને મોટુ કાર્ડ રમી રહ્યું છે. 

ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપ (BJP) ના જ સદસ્ય હતા. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે. પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમા જાય તો કોંગ્રેસ (gujarat congress) ને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ સુરતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થશે. 

ધીરુ ગજેરાને ભાજપમાં સામેલ કરવાનો ફાયદો
ધીરુ ગજેરા પાટીદારોના નેતા છે. તેઓ પાટીદાર (Patidar) મત ભાજપના ખોળામાં લાવવામાં સફળ બની શકે છે. સાથે જ ભાજપ સુરતમાં સવાણી VS ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ સુરતના ટોચના પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ (AAP) માં જોડાયા છે. ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.  

જોકે, હાલના તબક્કે સૂત્રોના કહેવા પ્રમાણે ધીરુ ગજેરાનું ભાજપમાં જોડાવાનો લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news