Jaya Prada ને જોઈને બેકાબૂ થઈ ગયો હતો આ અભિનેતા, અભિનેત્રીએ સટાક દઈને માર્યો હતો લાફો

પોતાની ફિલ્મી કરિયરના સફરમાં જયાએ તે વખતે એક એવા સમયમાંથી પસાર થવું પડ્યું હતું જે તેના માટે યાતના બની ગઈ હતી. તેના એક સહ કલાકારને તેણે લાફો પણ મારવો પડ્યો હતો. 

Jaya Prada ને જોઈને બેકાબૂ થઈ ગયો હતો આ અભિનેતા, અભિનેત્રીએ સટાક દઈને માર્યો હતો લાફો

નવી દિલ્હી: હિન્દી સિનેમા જગતની અભિનેત્રી જયા પ્રદાની બોલીવુડ કરિયર ટૂંકી રહી છે પરંતુ 1984માં તે ટોપ અભિનેત્રીમાં ગણાતી હતી. ફિલ્મ મવાલી, તોહફા, ઔલાદ જયાની કરિયરમાં માઈલ સ્ટોન સાબિત થઈ. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ જયા પ્રદાનો સાચુ નામ લલિતા રાની છે. ફિલ્મોમાં આવ્યા બાદ લલિતા રાની ક્યારે જયા પ્રદા બનીને સફળ થઈ ગઈ તે કોઈને ખબર ન  પડી. પોતાની ફિલ્મી કરિયરના સફરમાં જયાએ તે વખતે એક એવા સમયમાંથી પસાર થવું પડ્યું હતું જે તેના માટે યાતના બની ગઈ હતી. તેના એક સહ કલાકારને તેણે લાફો પણ મારવો પડ્યો હતો. 

વાત જાણે એમ છે કે ફિલ્મના એક દ્રશ્યના શૂટિંગ વખતે આ અભિનેતાએ જયા પ્રદાને એકદમ કસીને પકડી લીધી હતી. પોતાને આ અભિનેતાની ચૂંગલમાંથી છોડાવવા માટે જયા પ્રદાએ તેને સેટ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાથી ત્યાં હાજર લોકો સ્તબંધ થઈ ગયા હતા. આ ઘટના બાદ ઘણા સમય સુધી શૂટિંગ અટકી પડ્યું હતું. 

Jaya Prada slap dalip tahil

જે  અભિનેતાને જયા પ્રદાએ સટાક દઈને લાફો મારી દીધો હતો તે બીજુ કોઈ નહીં પરંતુ એક સમયના જાણીતા દિગ્ગજ અભિનેતા દલિપ તાહિલ છે. અત્રે જણાવવાનું કે જયા પ્રદાના અંગત જીવનમાં પણ ખુબ વિવાદ રહ્યો છે. 1986માં તેણે શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા હતા. જયા શ્રીકાંતની બીજી પત્ની બની. પહેલી પત્નીથી તલાક લઈને શ્રીકાંતે જયા પ્રદા સાથે લગ્ન કર્યા. જેને લઈને ખુબ વિવાદ સર્જાયો હતો. 

Jaya Prada slap dalip tahil

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news