સુરતીઓ સાવધાન! તમારા ઘરે તો નથી આવતું'ને આવું પાણી, નહીં તો મુકાશો મોટી મુશ્કેલીઓમાં!

હવે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ઝાડા ના ઉલટીના કેસોમાં વધારે જોવા મળી રહે છે. ખાસ કરીને સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજમેન્ટ કામગીરી ચાલી રહી છે.

સુરતીઓ સાવધાન! તમારા ઘરે તો નથી આવતું'ને આવું પાણી, નહીં તો મુકાશો મોટી મુશ્કેલીઓમાં!

પ્રશાંત ઢીવરે/સુરત: એપ્રિલ મહિનાના શરૂઆતમાં જ ઝાડા ઉલટીના કેસમાં વધારે જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં દુર્ગંધવાળું ગંદુ પાણી આવવાની ફરિયાદો ઉઠી છે. ગંદા પાણીને લઈને ઝાડાના કેસમાં વધારો નોંધાયો છે.

આ વર્ષ માર્ચ મહિનામાં જ વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું હતું. ક્યારે ઠંડી તો ક્યારેય વરસાદ કે ગરમી જેવું મિશ્ર વાતાવરણ રહેતા સીઝન અને બીમારીઓ સાથે ડેન્ગ્યુ,મલેરીયા,ગ્રેસ્ટ્રો વાયરલના દર્દીઓ માં સંખ્યા બમણી થઈ હતી. હવે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ઝાડા ના ઉલટીના કેસોમાં વધારે જોવા મળી રહે છે. ખાસ કરીને સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજમેન્ટ કામગીરી ચાલી રહી છે, જ્યારે આ કામગીરીને લઈને મોટાભાગના શહેરના અલગ અલગ વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને લઈને અનેક ઘરોમાં દુર્ગંધ પાણી આવવાના કારણે ઝાડ ઉલટીના કેસોમાં પણ વધારો નોંધાયો છે.

મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરી કરે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં ઝાડા ઉલટી ના કેસ અને કમળામાં દર વર્ષે વધારો જોવા મળતો હોય છે આ આ વર્ષમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી શહેરના અમુક વિસ્તારોમાં ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે આંશિક વધારો જોવા મળી રહ્યો છે. સાથે જે ઉનાળા છે. ખુલ્લામાં રાખેલ ખોરાક ખાવો નહીં. બરફ ખાવાની વેકતી આવા કેસ ની અંદર વધારો જોવા મળી રહ્યો છે

વધુમાં તેઓએ શેરીજનોને સાવચેતી રાખવા જણાવ્યું હતું કે ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવું નહીં અને કોઈ પણ જગ્યાએ ગંદા પાણીની ફરિયાદ હોય તાત્કાલિક મહાનગરપાલિકાની ઓફિસમાં જાણ કરવું ફરિયાદના આધારે પાણી ખાતાની અને આરોગ્યની ટીમ તાત્કાલિક એનુ સર્વે કરે છે. ગઈકાલે મહાનગરપાલિકાની આઠ જેટલી ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ધંધા પાણીની મળી રહેલી ફરિયાદને લઈને સર્વે કર્યો હતો. ટેબલેટનું વિતરણ કરી કોઈપણ કેસ જણાવી આવે છે તો તેની સારવાર પણ કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news