સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ અને પત્નીના બીજે લફરાંનો વિચિત્ર કિસ્સો

Gujarat Highcourt : વકીલે દલીલમાં પત્ની વ્યભિચારી હોવાનું કહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યુ હતું કે, આ પ્રકારની દલીલો કોર્ટ સમક્ષ ન કરવી જોઈએ. ત્યારે આ મામલે હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું કે, પત્નીના બીજા લગ્ન ન થઇ જાય ત્યાં સુધી ભરણપોષણ ચૂકવવું પડે

સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ અને પત્નીના બીજે લફરાંનો વિચિત્ર કિસ્સો

Gujarat Highcourt : સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ-પત્નીનો પેચીદો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દંપતીએ ડિવોર્સ માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે અન્ય લિવ ઈનમાં રહેતી પત્નીએ ભરણપોષણ માટે અરજી કરી હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે, પત્ની વ્યભિચારી છે તેવું સાબિત ન થાય ત્યાં સુધી તમારે ભરણપોષણ ચૂકવવું પડે. 

સુરતના પતિપત્નીનો કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારી મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. જેના લગ્નની ડિવોર્સ સુધી પહોંચ્યા, જેથી તેઓએ ડિવોર્સ માટે અરજી કરી હતી. તેમની પત્નીએ ભરષપોષણની માંગ કરી હતી. જેથી વેપારીએ કોર્ટમાં દલીલ કરી કે, તેની પત્ની લગ્ન પહેલાથી કોઇ યુવક સાથે સંબંધ ધરાવે છે. સગાઇ બાદ પણ તે યુવકને મળવા જતી હતી. લગ્ન બાદ હનીમુન દરમિયાન તેેણે જણાવ્યંુ હતું કે, મારે તારી સાથે પતિ તરીકેના કોઈ સંબંધ રાખવા નથી. બાળકોને જન્મ આપવાની નથી. તું તારી મરજીથી જીવી શકે છે.

એક તરફ પતિએ ભરણપોષણ ન ચૂકવવા દલીલ કરી. તો બીજી તરફ પત્નીએ કહ્યું કે, મારા પતિના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવાયા હતા. તેને કોલેજ સમયના યુવતી સાથે પ્રેમ હતો. તેથી તેને મને લગ્નના થોડા સમય બાદ તરછોડી હતી. તેથી ત્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી મને ભરણપોષણ મળવુ જોઈએ.

વકીલે દલીલમાં પત્ની વ્યભિચારી હોવાનું કહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યુ હતું કે, આ પ્રકારની દલીલો કોર્ટ સમક્ષ ન કરવી જોઈએ. ત્યારે આ મામલે હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું કે, પત્નીના બીજા લગ્ન ન થઇ જાય ત્યાં સુધી ભરણપોષણ ચૂકવવું પડે. ફેમિલી કોર્ટે નક્કી કરેલી ભરણપોષણની 3 વર્ષની બાકી નીકળતી રકમ પત્નીને આરટીજીએસ દ્વારા ચૂકવી દેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news