મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી

આવતીકાલે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. મહાવદ નોમથી મહાવદ તેરસ (મહાશિવરાત્રી) સુધી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે, ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રયાગરાજથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળશે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે.

મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી

હનીફ ખોખર/જૂનાગઢ: આવતીકાલે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. મહાવદ નોમથી મહાવદ તેરસ (મહાશિવરાત્રી) સુધી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે, ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રયાગરાજથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળશે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે.

સવારે ૯ કલાકે ભવનાથ મંદિર ખાતે પંચદશનામી જુના અખાડાના ગિરનાર પીઠાધીશ્વર જયશ્રીકાનંદ ગીરીજી, પંચદશનામી જુના અખાડાના સંઘ રક્ષક અને મંદિરના મહંત હરીગીરીજી મહારાજ, પંચદશનામી જુના અખાડાના અધ્યક્ષ મહંત પ્રેમગીરી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતીજી મહારાજ, મોટા પીરબાવા તનસુખગીરી મહારાજ, કમંડલકુંડ મહંત પ્રણાનંદ સ્વામી સહિતના સાધુ-સંતો, જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ૮૦ ફૂટ ઊંચા શિખર પર ધ્વજારોહણ બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવશે.

૨૫૦ જેટલા અલગ અલગ સેવાકીય અન્નક્ષેત્રોમાં ધમધમાટ સાથે સંચાર જોવા મળશે, સાથે મનોરંજન માટે ચકરડી, ચકડોળ જેવા સાધનોનોપ યાત્રિકો લાભ ઉઠાવશે. મેળાને લઈને ભવનાથ મંદિર, દામોદર કુંડ, મુચકુંદ ગુફાને સાજ-શણગાર સજાવ્યા છે, ઠેર-ઠેર પોસ્ટરો સાથે સાધુ-સંતો દ્વારા યાત્રિકોને આવકાર આપવામાં આવ્યો છે. ખાણી પીણીના સ્ટોલ, ખરીદી માટેના સ્ટોલ, રમકડાના સ્ટોલ શરુ થઈ જશે. રાતે વિવિધ આશ્રમોમાં સંતવાણી, ભજનની રમઝટ બોલશે. તેમાં લાખો યાત્રકોનો પ્રવાહ આજ રાતથી જ ભવનાથ તરફ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news