સુપ્રીમ કોર્ટ સુધારશે સરકારની આર્થિક સ્થિતિ, રાજકોષીય ખાધ ઘટવાનું અનુમાન
સુપ્રીમ કોર્ટે AGR (સમાયોજિત કુલ આવક) બાકીને લઈને ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. ટેલિકોમ કંપનીઓ પર 1.47 લાખ કરોડ રૂપિયા બાકી છે અને તેને 17 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સરકાર ભારે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. તેવામાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારી ખજાનો ભરાતો દેખાઈ રહ્યો છે. કોર્ટના નિર્ણયને કારણે એક દિવસમાં સરકારી ખજાનામાં 14690 કરોડ રૂપિયા આવ્યા છે. જો બધુ બરાબર રહ્યું તો 17 માર્ચ સુધી સરકારી ખજાનામાં 1.47 લાખ કરોડ રૂપિયા હશે.
રાજકોષીય ખાધ ઘટવાની પૂરી સંભાવના
આ ચુકવણીથી વર્ષ 2019-2020 માટે રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) ઘટીને 3.5 ટકા પહોંચી જશે. બજેટમાં તેનું અનુમાન વધારીને 3.8 ટકા કરી દેવામાં આવ્યું હતું. આ જાણકારી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના આર્થિક જાણકારોએ આપી છે.
17 માર્ચ સુધી AGR ચુકવવાનો સમય
સુપ્રીમ કોર્ટે AGR (સમાયોજિત કુલ આવક) બાકીને લઈને ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. ટેલિકોમ કંપનીઓ પર 1.47 લાખ કરોડ રૂપિયા બાકી છે અને તેને 17 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તે પહેલા કંપનીઓએ તમામ બાકી રકમની ચુકવણી કરવાની છે. આજે એરટેલે 10 હજાર કરોડ, વોડાફોન-આઈડિયાએ 2500 કરોડ રૂપિયા અને ટાટા સમૂહે 2190 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
1.20 લાખ કરોડની ચુકવણીની આશા
આ ચુકવણી બાદ સ્ટેટ બેન્કના અર્થશાસ્ત્રીએ કહ્યું કે, કુલ બાકી 1.47 લાખ કરોડ છે અને સરકારને આશા છે કે 1.20 લાખ કરોડની ચુકવણી કરવામાં આવશે. જો સરકારને આટલી ચુકવણી કરવામાં આવે છે તો રાજકોષીય ખાધ જીડીપીના 3.8 ટકાથી ઘટીને 3.5 ટકા પર આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે