જયસુખ પટેલને ઉમિયાધામનું સમર્થન, પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ, ભાજપના નેતા પણ સપોર્ટમાં

Morbi Bridge Collapse : જયસુખ પટેલને સપોર્ટ કરવાની સિદસર ઉમિયાધામની પત્રિકા વાયરલ..... ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયા પણ ઉતર્યા જયસુખ પટેલના સમર્થનમાં.....

જયસુખ પટેલને ઉમિયાધામનું સમર્થન, પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ, ભાજપના નેતા પણ સપોર્ટમાં

Oreva Jaysukh Patel દિવ્યેશ જોશી/રાજકોટ : મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે ફરિયાદ થઈ છે. ત્યારે અનેક સંસ્થાઓ જયસુખ પટેલના સમર્થનમાં આવી છે. મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ઉમિયાધામનું સમર્થન મળ્યું છે. સિદસર ઉમિયાધામની જયસુખ પટેલને સમર્થન આપતી પત્રિકા વાયરલ થઈ છે. આ પત્રિકામાં જયસુખ પટેલને સમાજના અગ્રગણ્ય ગણાવાયા છે. સાથે જ જયસુખ પટેલ સમાજ સેવાની જવાબદારી નિભાવતા હોવાથી સમર્થન કરાયાનો ઉલ્લેખ કરાયો છે. તમામ લોકો જયસુખ પટેલને સમર્થન આપે તેવી અપીલ કરાઈ છે. 

પત્રિકામાં શુ લખાયું 
મહત્વનું છે કે, મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે ફરિયાદ થઈ છે. ત્યારે ઉમિયાધામે મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને સમર્થન આપ્યું છે. જયસુખ પટેલે સમાજસેવાની જવાબદારી લીધી હોવાથી સમર્થન આપ્યા હોવાનો ઉમિયાધામની પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ પત્રિકામાં લખાયુ છે કે, જો અમે સમર્થનક નહી કરીએ આગામી દિવસોમાં સમાજિક કાર્ય માટે કોઈ ઉદ્યોગપતિ આગળ નહી આવે.

અન્ય સંસ્થાઓ પણ સમર્થનમાં આવી 
તો બીજી તરફ, મોરબીની ઝુલતાપુલ દુર્ઘટનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ બાદ મોરબીની અનેક સંસ્થાઓએ જયસુખ પટેલને ખુલ્લુ સમર્થન આપ્યું છે. જેમાં ઉમિયા મંદિર સિદસર, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો., મોરબી સિરામિક એસો. અને મોરબી રાજપૂત સમાજ દ્વારા જયસુખ પટેલને સમર્થન અપાયું છે. આ સંસ્થાઓએ કહ્યું કે, ઝુલતાપુલ તૂટી પડવાના અકસ્માતની દુર્ઘટના ખૂબ જ દુઃખદ, પરંતુ કમાણીની ભાવના સાથે જયસુખભાઈએ કામ કર્યું નથી. મોરબીની ધરોહર અને અસ્મિતાને જાળવી રાખવા માટે જયસુખભાઈ પટેલે ઝુલતા પુલની જવાબદારી સ્વીકારી હતી. 

પૂર્વ ધારાસભ્યનું જયસુખ પટેલને સમર્થન
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના મામલે પોલીસે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે કાર્યવાહી કરી છે. ત્યારે જયસુખ પટેલના સમર્થનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય આવ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલિયાએ જયસુખ પટેલને ગુજરાતના ભામાશાઓ સાથે સરખાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ જયસુખ પટેલને સોશિયલ મીડિયામાં ખોટા દર્શાવવામાં આવ્યા છે. જયસુખ પટેલે કમાણી માટે ઝુલતા પુલનું સંચાલન કર્યુ ન હતુ. ઉમિયાધામની સાથે હું પણ જયસુખ પટેલના સમર્થનમાં છુ.

મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ભાજપના પૂર્વ MLA આરોપીને મેતાલિયાએ ગુજરાતના ભામાશાઓ સાથે સરખાવ્યા છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા દર્શાવાયા છે. જયસુખ પટેલના સમર્થનમાં ઉમિયાધામ સહિત અનેક NGO છે'. ઉમિયાધામની સાથે હું પણ જયસુખ પટેલને સમર્થન કરુ છું. કાયદો કાયદાનું કામ કરશે,જયસુખ પટેલને ખોટા ચિતરાવાયા છે. જયસુખ પટેલે કમાણી માટે ઝુલતા પુલનું સંચાલન કર્યુ ન હતુ. જયસુખ પટેલ અને તેમના પિતાની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. ઉમિયા સીદસર ધામ દ્વારા જે સપોર્ટની વાત કરવામાં આવી છે, તે સપોર્ટમાં હું પણ છું. 

ઉલ્લેખનીય છે કે, મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે જયસુખભાઈ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે અને કોર્ટ દ્વારા તેના આગામી તા. ૮ સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news